Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- બટાકા ખાય ખાયને કંટાળ્યા છો, તો હવે ટ્રાય કરો આ ક્રિસ્પી સ્ટાટર્ડ, બનાવામાં ઈઝી ખાવામાં ક્રિસ્પી

Social Share

સાહીન મુલતાનીઃ-

સામાન્ય રીતે બટાકા એટલે દરેક શાકભાજીનો મિત્ર, જે દરેકમાં ભળી જાય અને બટાકાની એટલી બધી વાનગીો બનતી હોય છે કે જેને ગણવી પણ મુશ્કેલ છે,તો આજે બટાકામાં બ્લેક પેપર બોલ બનાવીશું જે માત્ર 4 થી 5 સામગ્રીમાં બનીને રેડી થઈ જશે, અને બાળકોને ખાસ આ ભાવશે પણ તો તમે પ ણતમારા બાળક માટે આજે જ ટ્રાય કરો ઓ નાસ્તો

સામગ્રી

સૌ પ્રથમ બટાકાને બાફીને છાલ કાઢી 10 મિનિટ સુધી તેને નિતારતા મૂકો જેથી બટાકાનું પાણી કોરુ થી જાય

હવે એક બાઉલલો તેમાં બટાકાને છીણી વડે છીણીલો જેથી બટાકાના ટૂકડા ન રહે,હવે તેમાં મીઠું ,ચિઝ .મરી પાવડર અને કોર્ન ફ્લોર નાખીને બરાબર હાથ વડે મિક્સ કરીલો

હવે હાથની હથેળીમાં બરાબર તેલ લગાવો અને આ બટાકાના માવામાંથી નાની નાની સાઈઝના ગોળ બોલ તૈયાર કરીલો,

હવે એક કઢાઈમાં તેલ ગરમ થવા દો તેલ બરાબર ગરમ થાય એઠલે તેમાં આ બોલ તળીલો, ક્રીસ્પી અને બ્રાઉન થાય ત્યા સુધી તળો

હવે તેને એક પેપેરમાં કાઢીલો, તમે આ બ્લેક પેપર બોલને ગ્રીન ચટણી અથવા માયોનિઝ અથવા ટોમેટો સોસ સાથે ખાઈ શકો છો.
આ સાથે જ પંજાબી ગ્રેવી બનાવીને તેમાં આ બોલ છોડી દોઆ રીતે તેનું શાક પણ બનાવી શકો છો.,