સાહિન મુલતાનીઃ-
ખિચડી એટલે ગુજરાતના લોકોની પ્રિય ડિશ, સાંજ પડે એટલે મોટાભાગના ઘરોમાં ખિચડી બનતી હોય છએ ખિચડી મગની દાળની ખાસ બનાવામાં આવે છએ જો કે ખિચડી સાદી હોય છે પણ આજે તમને સાદી ખિચડીને મસાલેદાર અને તડકા વાળી બનાવવા માટેની કેટલીક ટ્રિક બતાવીશું આ ટ્રિકથી તમારી સાદી બનાવેલી ખિચડી વગર કઢીએ ખાય શકો તેવી સ્વાદિષ્ટ બની જશે.
ટ્રિક 1ઃ-
મગની દાળની પીળી સાદી ખિચડીને જો વઘારે સ્વાદિષ્ટ બનાવવી હોય તો એક વઘારીયામાં તેલ જીરુ સુકા લાલ મરચા રાય અને દીણુ લસણ સાંતળીને તેમાં વઘાર કરીદો તડકા વાળી ખિચડી ખૂબ સ્વાદિષ્ટ લાગશે
ટ્રિક 2ઃ-
મગની દાળની સાદી ખિચડીને વેજીસથી ભરપુર બનાવી હોય તો તમને ગમતા શાકભાજીને પાણીમાં બાફીલો ત્યાર બાદ એક કઢાઈમાં દેશી ઘી લઈ તેમાં જીરું કઢી લીમડો રાય અને લીલા મરચાનો વઘાર કરી તેમાં શાકભાજી નાખી મિક્સ કરીને ખિચડી ઉમેરીને મિક્સ કરીલો તૈયાર છે વેજ તડકા ખિતડી જે બાળકોને પણ ખૂબ ભાવશે.
ટ્રિક 3ઃ-સાદી ખિચડીને તીખી મસાલે દાર દહી વાળી બનાવવી હોય તો એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં રાય જીરુ અને જીણી સમારેલી ડુંગળી અને સમારેલા લીલા મરચા ઉમેરી સાંતળીલો, ત્યાર બાદ તેમાં 4 તચમચી દહીં એડ કરીદો હવે તેમાં તરત સાદી ખિચડી મિક્સકરીદો તૈયાર છે દહી મલાસા ખિચડી
ટ્રિકઃ- 4 જો તમને શીંગદાણ પંસદ હોય તો ખિચડીમાં તે પણ એડ કરીશકો છો, આ માટે એક કુકરમાં શીંગદાણા બાફીલો ત્યાર બાદ આ દાણાને તેલ રાયમાં વઘારીલો તેમાં લાલ મનરચાનો પાવડર સ્વાદ પ્રમાણે એડ કરીને ખિચડી એડ કરીદો તૈયાર છે પિનટ ખિચડી
ટ્રિક 5 – પાલક ખિચડીની વાત કરીએ તો સાદી ખિચડીને તમે ગ્રીન ખિચડીમાં ફેરવી શકો છો આ માટે પાલકના પાનને બાફઈને તેની પ્યુરી બનાવી લો ત્યાર બાદ જીરું ઘીમાં આ પ્યુરીને પકાવીને તેમાં ખિચડી એડ કરીલો તૈયાર છે પાલક ખિચડી.