સાહિન મુલતાનીઃ-
પાંઉભાજી એટલે ઈન્ડિયામાં સોથી વધુ ખવાતો ખોરાક છે,જ્યારે ઘરમાં કોઈ મહેમાન આવ્યા હોય અથવા તો ક્યારેક રોટલી બનાવાનો કંટાળા આવતો હોય ત્યારે પાંઉભાજી બનાવવી બેસ્ટ ઓપ્શન છે, ખાસ કરીને લારી પર મળતી પાઉંભાજી થોડી લિક્વિડ ટાઈપ હોય છે અને ટેસ્ટી પણ હોય છે તો આજે સેમ ટૂ સેમ લારી જેવી પાંઉભાજી બનાવતા શીખીશું
સામગ્રી
6 વ્યક્તિ માટે પાંઉભાજી બનાવાનો આ પરફેક્ટ માપ છે
- 100 ગ્રામ – લીલા વટાણા
- 200 ગ્રામ – કોબિઝ (મોટૂ મોટૂ સમારી લેવું)
- 200 ગ્રામ – કોબી ફ્લાવર ( સમારી લેવું)
- 1 નંગ મોટૂ – બટાકું ( મોટૂ મોટૂ સમારી લેવું)
- 2 નંગ – નાના રિંગણ (જીણા સમારીલેવા)
- 2 નંગ – શિમલા મરચા (જીણા જીણા સમારવા)
- 4 નંગ ડુંગળી ( જીણી જીણી સમારીલેવી)
- 3 નંગ – ટામેટા (જીણા સમારીલેવા)
- સ્વાદ પ્રમાણે – મીઠું
- જરુર પ્રમાણે – હરદળ
- 2 ચમચી – પાંઉભઆજીનો ગરમ મલાસો
- 4 ચમચી – કાશ્મીરી લાલ મરચાનો પાવડર
- 1 ચમચી – જીરુ
- 1 ચમચી – લીબુંનો રસ
- 5 થી 6 ચમચી – જીણું કતરેલું સુકુ લસણ
- 4 મોટા ચમચા – તેલ
- જરુર પ્રમાણે લીલા ધાણા
સ્ટેપ 1 –
સૌ પ્રથમ એક મોટૂ કૂકર લો , તેમાં સમારેલા શાકભાજી રિંગણ, બટાકા,કોબ્ઝ,ફ્લાવર અને વટાણા લઈલો, હવે તેમાં શાકભાજી ડુંબે તેટલુ પાણી એડ કરો અને સ્વાદ પ્રમાણ ેહરદળ મીઠું નાખીને 4 થી 5 સિટી વગાડીને શાકભાજીને બાફીલો. બફાય જાય એટલે બ્લેડર વડે ક્રશ કરીલો .બરાબર શળાકભઆજી ગળી જવું જોઈએ
સ્ટેપ 2 –
હવે એક કઢાઈ લો તેમાં તેલ લો, તેલમાં જીરુ અને ડુંગળી નાખીવને સાંતળો, ડુંગળી આછી ગુલાબી થઈ જાય એટલે તેમાં સમાલેલું સુકુ લસણ ,ટામેટા અને શિમલા મરચા નાખીને ગેસની ફ્લેમ ઘીરી કરીને કઢાઈ પર ઢાંકણ ઢાકીને 4 થી 5 મિનિટ થવાદો, હવે ટામેટા ,ડુંગળી બરાબર ગળી જાય એટલે તેમાં લાલ મરચું, હરદળ અને મીઠું એડ કરીદો,
સ્ટેપ 3 –
હવે આ કઢાઈમાં ક્રશ કરેલા વેજીટેબલને ઉમેરી દો અને લિક્વિડ ભાજી બને તે રીતે જરુર પ્રમાણે છોડુ પાણી એડ કરીલો, હવે ભાજીને 5 નમિનિટ ઉકાળી લો, ત્યાર બાદ ફરી એક કપ પાણીમાં પાંઉભાજીનો મલાસો ચમચી વડે મિક્સકરીને તે મસાલા વાળું પાણી ભાજૂમાં ઉમેરીદો. હવે આ ભાજીમાં એક ચમચી લીબુંનો રસ પણ ઉમેરી દો.ત્યાર બાદ ફરી 2 થી 4 મિનિટ ભાજી ઉકાળઈ લો, તૈયાર લારી પર મળે તેવી લાલ ચટાકેદાર ટેસ્ટી પાઉંભાજી, સર્વ કરો ત્યારે બટર અને લીલા ઘણા એડ કરી શકો છો.