સાહિન મુલતાની-
- ઘંઉમાં સોયાબિન ઉમેરવાથી રોટલી નરમ બને છે
- 5કિલો ઘંઉમાં માત્ર 250 ગ્રામ સોયાબિન પણ ગુણકારી છે
- લોટ બાંધતી વખતે તેમાં તેલનું મોળ નાખો
સામાન્ય રીતે ઘણા લોકોને ફરીયાદ હોય છે કે તેમની રોટલી નરમ નથી બનતી, અથવા તો ફુલતી નથી, ઘણી વખત એવું પણ બને છે કે ઘંઉ સારા ન હોવાના કારણે રોટલી નરમ બનતી નથી, ત્યારે આવી સ્થિતિમાં શું કરવું જોઈએ, મોંધા ભાવના ઘંઉ હોય તો તેને ફેંકી તો ના શકીએ, ખાવા તો પડે જ, દરેક ગૃહિણીઓ ફરીયાદ કરતી હોય છે કે લોકવાન ઘંઉની રોટલી રબર જેવી ખેંચાય છે અને વધુ સમય રહેતો તોડવામાં પણ મુશક્લી સર્જાય છે, ત્યારે લોકવાન ઘંઉની રોટલી પણ આપણે આ ટ્રીકથી નરમ બનાવી શકીશું, તો આજે વાત કરીએ રોટલીને ફુલકા અને નરમ કઈ રીતે બનાવી શકાય, લો ગુણવત્તા વાળા ઘંઉની રોટલીને પણ આપણે નરમ બનાવી શકીશું
જ્યારે પણ તમે ઘંઉ દળાવવા માટે જાવ છો એટલે કે દરણું દળાવવા જાવો ત્યારે તમારા ઘંઉના વજન પ્રમાણે તેમાં સોયાબીન ઉમેરો, જો 5 કિલો ઘંઉ દળાવવાના હોય તો તમે 250 ગ્રામ સોયાબીન ઘંઉમાં ઉમેરી શકો છો.
સોયબીન એવું કઠોળ છે કે જેમાં પુરતા પ્રમાણમાં પ્રોટિન મળે છે અને તેનો લોટ ખૂબ જ સોફ્ટ દળાઈ છે, જેને લઈને તે ઘંઉમાં મનિક્સ થતા જ તમારા ઘંઉના લોટની ગુણવત્તા વધી જાય છે, અને જ્યારે પણ તમે ઘંઉનો લોટ બાંધશો ત્યારે તે ચીકાસ વાળો અને પ્રોટિન યૂક્ત બંધાશે.
આ સાથે જ લોટ બાંધતા વખતે 1 થી 2 ચમચી તેલનું મોળ લોટમાં નાખવાનું રાખો, જેથી તમારી રોટલી સોફ્ટ બનશે, આ લોટની રોટલી નરમ બનશે અને વધુ સમય માટે રાખશો તો પણ તે ખાવા લાયક સોફ્ટ જ રહેશે,હવે તમારે રોટલી નરમ બનાવી હોય તો ઘંઉ દળાવતી વખતે તેમાં સોયાબીન ઉમેરવાનું ભૂલતા નહી.