સાહિન મુલતાનીઃ-
સામગ્રી
- 2 નંગ – મોટા બટાકા
- 1 કપ – લીલા વટાણા બાફેલા
- 1 નંગ – ગાજર છીણેલું
- 4 નંગ – લીલા મરચા જીણા સમારેલા
- 1 ચમચી – ચોખાનો લોટ
- 1 ચમચી – ચીલી ફ્લેક્શ
- 1 ચમચી – ઓરેગાનો
- જરુર પ્રમાણે – લીલા ઘણા જીણા સમારેલા
- સ્વાદ પ્રમાણે – મીઠૂં
પુડલા બનાવવાની રીત -સૌ પ્રથમ બટાકાને છોલીને પાણી વડે ઘોઈને છીણી વડે છીણીલો, હવે બટાકાની આ છીણને એક બાઉલમાં લો, તેમાં બાફેલા વટાણા, છીણેલા ગાજર, લીલા મરચા, ચીલી ફ્લેક્શ, ઓરેગાનો, લીલા ઘાણા, મીઠૂં અને ચોખાનો લોટ એડ કરીને બરાબર મિક્સ કરીલો, બટાકાના છીણમાં બધુ બરાબર મિક્સ થાય એટલે તેને 5 થી 8 મિનિટ ઢાકીને રહેવાદો.
હવે બટાકાનું પાણી છૂટવાથી આ બેટર થોડું નરમ થયું હશે .હવે એક પેનમાં અથવા તવીમાં તેલ લગાવીને આ બેટરના પુડલા તૈયાર કરો, ગેસની ફ્લેમ ઘીમી રાખીને આ પુડલાને બન્ને બાજુ ક્રિસ્પી થાય ત્યા સુધી બ્રાઉન થવાદો. તૈયાર છે બટાકાના ટેસ્ટી પુડલા, ચા સાથે આ નાસ્તો ખૂબજ સરસ લાગે છે, તો આજે જ ટ્રાય કરો. ખૂજ સહેલી રીત છે અને થોડી જ મિનિટોમાં બની પણ જશે.