કિચન ટિપ્સઃ- શું તમે ચાઈનિઝ લવર છો? તો હવે ઘરે જ બનાવો આ ચાઈનિઝ pizza
સાહિન મુલતાની-
પિત્ઝા નામ સાંભળતા જ સૌ કોઈના મોઢામાં પાણી આવી જાય છે. જો કે ઘણા લોકો ચાઈનિઝને પણ વધુ પસંદ કરે છે તો જે લોકોને ચાઈનિઝ વધુ ભાવે છે પણ પિત્ઝા પણ ભાવે છે તેમના માટે આજે ચાઈનિઝ પિત્ઝાની રેસિપી લઈને આવ્યા છે.
સામગ્રી
- 2 નંગ – પિત્ઝા બ્રેડ
- 3 ચમચી – સેઝવાન ચટણી
- 3 ચમચી – ટામેટા કેચઅપ
- 2 ચમચી – તેલ
- 1 ચમચી – જીરુ
- 2 કપ – છીણેલું કોબીજ
- 1 કપ – જીણા સમારેલા કેપ્લિકમ મરચા
- 1 કપ – જીણુ સમારેલી ડુંગળી
- 2 ચમચી – લીલા ઘાણા
- 1 ચમચી – જીણા કતરેલા લીલા મરચા
- 1 ચમચી – સમારેલું લસણ
- 1 ચમચી – સમારેલું આદુ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- જરુર પ્રમાણે – ચિઝ
સૌ પ્રથમ એક કઢાઈ લો તેને ગરમ કરીને તેમાં તેલ લઈલો ત્યાર બાદ તેમાં જીરું લાલ કરીદો
હવે આ તેલમાં લીલા મરચા, આદુ અને લસણ નાખઈને બરાબર સાંતળી લો
હવે તેમાં કોબીઝ, કાંદા અને કેપ્સિકમ મરચા નાખઈને 2 મિનિટ સાંતળો.
ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું 1 ચમચી સેઝવાન ચટણી એડ કરીને 3 મિનિચ બરાબર થવાદો
હવે એક પિત્ઝા બ્રેડ લો તેના પર 1 ચમચી ટામેટા કેચઅપ સ્પ્રેડ કરીદો ત્યાર બાદ તેના પર જ 1 ચમચી સેઝવાન ચટણી સ્પ્રેડ કરીદો.
હવે જે ચાઈનિઝ સ્ટફિંગ તૈયાર કર્યું છે તે પિઝ્ઝા પર બરાબર પાથરીદો. ત્યાર બાદ ચિઝ તેના ઉપર છીણીલો
હવે પિઝ્ઝાને પેન કે પછી ઓવનમાં શેકીલો તૈયાર છે તમારો ચાઈનિઝ પિત્ઝા