- ગવારની જાડી અને બી વાળી સિંગોમાંથી બનાવો ગુવાર ચિપ્સ
- આખા વર્ષ દરમિયાન તેનો ઉપયોગ કરી શકશો
- તમારા સાદા ભોજનનો સ્વાદ બેગણો વધશે
શાકભાજી સૌ કોઈને ભાવતા હોય છે, જો કે ગવારસિંગ એવું લીલોતરી છે કે જે ઘણા લોકોને પસંદ હોતું નથી, અને જ્યારે માર્કેટમાંથી ઘરમાં ગવાર લાવીએ છીએ ત્યારે ક્યારેક તે જાડી અને બી વાળી પણ આવી જતી હોય છે, મોટા ભાગના લોકો આ પ્રકારની સિંગને કાઢીને ફેંકી દેતા હોઈએ છે, જો કે ગવાર જેમ જાડી અને બીયાવાળી હોય તો તેનો એક એવો ઉપયોગ થઈ શકે છે કે તમે ક્યારેય વિચાર્યું પણ ન હોય. તો ચાલો જોઈએ ગુવારનો આ ખાસ ઉપયોગ.
સામાન્ય રીતે આપણા અમૂક શાકભાજીને સુકવતા હોઈએ છીએ અને આખા વર્ષ માટે સંગ્રહ કરતા હોઈએ છીએ, પણ શું તમે જાણો છો ગવારનો પણ આ રીતે સંગ્ર કરી શકા છે. જી હા જો તમે માર્કેટમાંથી ગુવાર લાવો છો અને તે જાડી હોય અથવા બીયા વાળી હોય તો તેને ફેંકતા નહી. પરંતુ તેને એક ડિશમાં કે સુપડામાં રાખીને તડકામાં સુકાવા રાખીદો, જ્યા સુઘી ગવાર ક્રિસ્પી થઈ જાય ત્યા સુધી તેને સુકાવા દો, ગવાર સુકાતા આશરે 5 થી 8 દિવસ તો લાગશે જ, અને યાદ રાખો ગવારને ભર તડકામાં સુકાવાની છે.
હવે ગવાર સુકાય ગયા બાદ તેને એક પ્લાસ્ટિક કે કાંચની એર ટાઈટ બરણીમાં ભરીલો, હવે જ્યારે તમે કોઈ સાદુ ભોજન બનાવ્યું છે જે તમને વધુ ભાવતું નથી ત્યારે આ સુકવેલી ગવારને એક કઢાઈમાં તેલ તરમ કરીને બરાબર તળીલો, આમ કરવાથી ગુવાર ફૂલશે અને ક્રિસ્પી ચિપ્સ જેવી બની જશે, આને કહેવામાં આવે છે ગવારની ચિપ્સ, તળાઈ ગયા બાદ તેના ઉપર મીઠું અને લાલ મરચાનો પાવડર તમારા સ્વાદ પ્રમાણે ભભરાવી શકો છો, અને તેનો ઉપયોગ ચિપ્સની જેમ ભોજન સાથે કરી શકો છો, જેનાથી તમારા સાદા ભોજનનો સ્વાદ બેગણો થઈ જશે. તો હવે ગુવાર ફએંકતા પહેલા આ ઉપયોગ જરુર કરજો.આ ગવાર આખુ વર્ષ સુધી રહે છે.