Site icon Revoi.in

કિચન ટિપ્સઃ લસણને લાંબો સમય સુધી સાચવવા માટે આટલું કરો, ક્યારેય નહી બગડે લસણ

Social Share

સામાન્ય રીતે દરેક ઘરની ગૃહિણીઓ કાંદા લસણ મોટે ભાગે વધુ લઈને સાચવી રાખે છે, ત્યારે 6 કે તેથી વધુ મહિના માટે તે સચવાય એ માટે અનેક નુસ્ખાઓ કરતી હોઈ છે, છત્તાં પણ ઘણી વખત લસણ પોલુ પડી જાય છે અથવા તો લસણમાં પાંખવાળા જીવડા કે  જીવાત પડી જતી હોય છે. ત્યારે હવે આ લસણમાં ફૂદ્દીઓ ન પડે અને તે લાંબો સમય સુધી સચવાય રહે તે માટે તમારે કેટલીક ટિપ્સ ફોલો કરવાની રહેશે, જેનાથી લસણ બગડશે નહી.

જો તમારું લસણ લાંબો સમય સુધી ન રહેતું હોય તો તો તમારે આટલું કરવાની ખાસ જરુર છે, જ્યારે પણ તમે લસણ ઘરમાં લાવો છો ત્યારે પહેલા તેના વધારાની છાલ સાફ કરીલો, ત્યાર બાદ ચારે બાજુથી જેમાં એર આવે તેવી ટોપલીમાં લસણ રાખવાનું રાખો.

જ્યારે તમે ટોપલીમાં લસણ રાખો છો ત્યારે  તેમાં અનાજમાં નાખવાની ગોળીઓ મૂકવાનું રાખો,જેથી લસણમાં જીવાત પડશે નહી.

સલણની ટોપલીની બહાર જતુંનાશક ચોકથી લીટીઓ દોરી દો, જેના કારણે સલણમાં ક્યારેય લાલ કીડી થવાનો ડર રહેશે નહી

જ્યા ભેજ વાળી જગ્યા હોય કે વધુ પડતો તડકો આવતો હોય તેવા સ્થળે લસણને રાખવાથી તે ખરાબ થાય છે.બને ત્યા સુધી હળવો પ્રકાશ અને હવા ઉજાસ વાળઈ જગ્યામાં જ લસણન સંગ્રહ કરવો જોઈએ.