Site icon Revoi.in

કિચન ટિપ્સઃ શું તમને કચોરી પસંદ છે,તો હવે ઘરે જ આ રીતે આલુ કચોરી બનાવીને નાસ્તાની મજા માણો

Social Share

કચોરી આપણે સૌ કોઈ નાસ્તામાં ખાતા હોઈએ છીએ આનમ તો દાળની કચોરી દરેક જગ્યા મળતી હોય છે પરંતુ બટાકાની કચોરી પણ એટલી જ જાણીતી છે. બટાકાની કચોરી બારેમાસ ખાવાતું ફરસાણ છે,  આ સાથે જ તેમાં દહીં, સેવ ગ્રીન અને રેડ ચટણી નાખીને ખાવામાં આવે છે જે તેના સ્વાબને બમણો કરે છે,તો ચાલો જોઈએ આ બટાકા કચોરી ખરેખર કઈ રીતે બનાવાય છે.

કચોરીના લોટની સામગ્રી

કચોરીની પુરી બનાવવા માટે

સૌ પ્રથમ 500 ગ્રામ મેંદામાં સ્વાદ પ્રમાણે મીઠૂં,અડગી ચમચી અજમો અને 3 ચમચી તેલનું મોળ નાખીને પાણી વડે લોટ બાંધી લેવો, ત્યાર બાદ લોટને બરાબર ઢાંકણ ઢાકીને સાઈડમાં રાખી દેવો,લોટ થોડો કઠણ રાખવો કારણ કે થોડી વખત આમ જ રહેવાથી તે નરમ થઈ જશે.

કચોરી બનાવા માટેની સામગ્રી

કચોરી બનાવવાની રીત

સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ ગરમ કરી તેમાં હિંગ, કઢી લીમડો અને લીલા મચરા આદુનો મસાલો સાંતળી લો

હવે ગેસને બંધ કરીલો, ત્યાર બાદ તેમાં બાફેલા બટાકા લો

હવે તેમાં હળદર ,મીઠું,તલ એડ કરીલો,

ત્યાર બાદ તેમાં ગરમ મસાલો  અને લીલા ઘણા નાખીને બરાબર મિક્સ કરીલો.

હવે જે મેંદાનો લોટ બાંધીને પહેલાથી રાખ્યો છે તેના મોટા મોટા લૂઆ બનાવીને એક સરખી સાઈઝમાં  મોટી અને થોડી જાડી રહે તેવી પુરી  વણીલો,

હવે આ પુરીમાં  બટાકાનું નુંસ્ટફિંગ ભરીને ગોળ પોટલીને જેમ વાળઈલો,

હવે હળવા હાથે આ બટાકાના સ્ટફિંગ વાળી પોટલીને બે થી ત્રણ વેલમ ફેરવીને વણી લો,

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરીને તેને તળીલો,તૈયાર છે સ્વાદિષ્ટ બટાકાની કચોરી.

હવે એક ડિશમાં કચોરીને તોડીને મૂકો, તેમાં દહીં, ગ્રીન ચટણી, રેડ તીખી ચટણી, ગોળ આમલીની ચટણી અને સેવ નાખીને સર્વ કરો, આ કચોરી જલ્દી બની પમ જાય છે અને સ્વાદમાં પમ મજેદાર હોય છે.