Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- શું તમારે ઓછા સમયમાં શક્કરીયા શેકીને ખાવા છે? તો અપનાવો આ ટ્રિક

Social Share

આજકાલ અમદાવાદ જેવા શહેરોમાં શક્કરીયા ચાટનું ચલણ વધ્યું છે, દિવસ રાત લારી પર 30 થી 40 રુપિયાની પ્લેટના શક્કરીયા  ગરમા ગરમ શેકેલા મળી રહ્યા છે, ખાવાના શોખીનો તેની મજા લઈને ખાતા જોવા મળે છે, કારણ કે આ શક્કરીયા શેકેલા હોય છે અને તેમાં ચાટ મસાલો, લીંબુ અને લાલ મરચું નાખીને મસાલેદાર બનાવીને આપવામાં આવે છે જેનાથી તેનો સ્વાદ બે ગણો વધી જાય છે, તો ચાલો આજે આપણે પણ આ પ્રકારના શક્કરીયા શેકવાની રીત જોઈએ

શક્કરીયા કે જે આપણે વ્રતમાં તો ખાસ સકરીને ખાતા હોઈએ છીએ, કેટલાક લોકો તેને બાફીને ખાય છે, જો કે શેકેલા શક્કરીયા ખાવાની મજા જ કંઈક ઓર હોય છે, પરંતુ એ વાત પણ સાચી છે કે શક્કરીયાને શેકવામાં એક કલાક જેટલો સમય જતો રહે છે પરિણામે આપણે બોફેલા શક્કરીયા ખાવાનું પસંદ કરી લેતા હોઈએ છીએ.તો હવે ઓછી મિનિટોમાં શક્કરીયા શેકવાની રીત જોઈશું.

શક્ક્રીયાને શેકવા માટેની રિત

સૌ પ્રથમ શક્કરીયાને બરાબર પાણી વડે ઘોઈલો, હવે કુકરમાં પાણી નાખીને શક્કરીયા નાખી દો, તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખો, હવે આ શક્કરીયાને માત્ર 2 સીટી વગાડીને કુકરમાંથી કાણા વાળા ચારણામાં કોરો નિતરવા રાખી દો, હવે જ્યારે પણ તમારે શેકેલા શક્કરીયા ખાવા હોય ત્યારે આ શક્ક્રીયાને કોલસાની સગડી કે ગેસ પર શેકવાના રહેશે, આ શક્કરીયા માત્ર 5 થિ 7 મિનિટમાં જ શેકાય જાય છે, કારણ કે તેને પહેલા આપણે થોડા અધકચરા બાફી લીધા હોય છે, આ શક્કરીયા ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે જ છે પરંતુ તેને વધુ સ્વાદિષ્ટ બનાવા માટે તેને છોલીને એક સરખા પીસમાં કટ કરીલો, ત્યાર બાદ તેમાં ચાટ મસાલો અને લીંબુનો રસ એડ કરીલો, આ શક્કરીયા ચાટ ખૂબજ સ્વાદિષ્ય લાગે છે