કિચન ટિપ્સ- શું તમારી બટાકાની વેફર કાળી પડી જાય છે ? તો હવે ચિંતા છોડો અને અપનાવો આ ટ્રિક
- બટાકાની વેફરને થોડી વખત ઉકળવા દો
- ગરમ પાણી થાય પછી જ વેફર નાખવી
- પાણીમાં 2 ચપટી ફટકડી નાખવી તેનાથી વેફર સફેદ બનશે
સામાન્ય રીતે વેફર પાડવાની સિઝનમાં દરેક ગૃહિણીઓ ઘરે બટાકાની વેફર બનાવતી હોય છે ,ઘણી વખત એવું બને છે કે વેફર સુકવ્યા બાદ કાળી પડી જતી હોય છે, આ વેફર કાળી પડવાના ઘણા કારણો હોઈ છે,તો હવે જો તમારી વેફર પણ બનાવ્યા બાદ કાળી પડી જતી હોય અથવા તો બરાબર ફુલતી નહોય કે તળાયા બાદ ક્રિસ્પી ન થતી હોય તો હવે આ ટિપ્સ ફોલો કરો,જેનાથી તમારી વેફર બનશે ખૂબ જ સરસ, ક્રિસ્પી અને કાળી પણ નહી પડે.
વેફર કાળઈ ન પડે તે માટે આટલી ટિપ્સ કરો ફોલો
- બટાકાને છોલીને બે થી ત્રણ પાણીમાં ઘોઈલો
- બટાકાની ચિપ્સ પાડીને ચિપ્સને પણ 3 પાણી વડે ઘોવો.
- રાતે ચિપ્સ પાજી હોય તો તેને ચોખ્ખા પાણીમાં થોડી ફટકડી નાખીને આખી રાત પલાળી રાખો
- હવે સવારે પાણીમાંથી ચિપ્સ કાઢી ,બીજા ચોખ્ખા પાણીમાં નાખીને કાઢીલો
- હવે જ્યારે ગેસ પર ચિપ્સને ઉકળવા મૂકો ત્યારે પહેલા પાણી બરાબર ઉકળે ત્યારે જ વેફરને અંદર નાખવી,
- પાણીમાં વેફર નાખઅયા બાદ તેમાં સ્વાદ પ્રમાણે મીછું અને ફટકડની નાખીને તેને ચમચા વડે હલાવી લો.
- હવે વેફરના વાસણમાં એક ઉકાળો આવે ત્યા સુધી ગેસ પર જ રહેવાદો.
- હવે ઉકળો આવ્યા બાદ વેફળને કાણા વાણા મોટા વાસણમાં કાઢીને એક એક છુટ્ટી કરીને તડકામાં સુકવો, આમ કરવાથી તમારી વેફર ક્યારેય કાળી પડશે નહી