- વધેલા બટાકાના શાકનો આ રીતે કરો ઉપયોગ
- બટાકાના શાકમાંથી બનાવો ટેસ્ટી પરોઠા
સામાન્ય રીતે ઘણી વખતા આપણી રસોઈ બચી જતી હોય છે ત્યારે આપણે મુંઝવણમાં મૂકાતા હોઈએ છીએ કે હવે આ બચેલી રસોઈનું કરવું શું? જેમ રોટલીમાંથી આપણે ચેવડો બનાવીતા હોઈએ છે, વધેલા ભાતમાંથી ભજીયા તો આજે આપણે વાત કરીશું જ્યારે બટાકાનું શાક વધે ત્યારે શું કરવું
ઘણી વખતા બટાકાનું શાક વધી જાય ત્યારે ચિંતા કર્યા વિના તેને ફેંકશો નહી કે ન તો કોઈને આપશો ,આ જ બટાકાના શાકમાંથી તમે ટેસ્ટી પરોઠા બનાવી શકો છો.
જો બપોરે રસોઈનું બટાકાનું શાક વધે તો તમે 4 વાગ્યાના નાસ્તામાં તેનો ઉપયોગ કરી શકો છો, પરંતુ બટાકાનું શાક બીજી વખત ખાવું આપણાને ગમતું નથી તેથી બટાકાના શાકમાંથી આપણે ટેસ્ટી પરોઠા બનાવી દઈશું.
જો શાક રસા વાળું હોય તો સૌ પ્રથમ તેને ગેસ પર મૂકીને રસો બાળીને કોરુ કરી દેવું, અને જો શાક કાતરી કે કોરું બાફેલું હોય તો વાંધો નહી, આ બટાકાના શાકને એક બાઉલમાં લો, ત્યાર બાદ તેમાં સ્વાદ પ્રમાણે મેગી મસાલો, જીણા સમારેલા કાંદા, જીણા સમારેલા લીલા મચરા, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, સમારેલા લીલા ધાણઆને એડ કરીને ચમચા વડે બરાબર મિક્સ કરીલો, હવે આ મિશ્રણને ટેસ્ટ કરીને તમાપા સ્વાદના પ્રમાણે વસ્તુ ઓછી વત્તી કરી શકો છો.
હવે આ બટાકાના માવાને રોટલીના લોટમાં ભરીને કચોરીની જેમ ગોળી વાળીને તેને પરોઠા આકારમાં વણીલો, તૈયાર છે તમારા વધેલા શાકના આ ટેસ્ટી પરોઠા,જો તમારે વધુ ટેસ્ટ જોઈએ તો તમે બટાકાના માવામાં ચીઝ પણ એડ કરી શકો છો.
જો બટાકાના પરોઠીને વધુ વેજીસ વાળા બનાવા હોય તો તેમાં જીણા સમારેલા ગાજર, જીણા સમારેલા કેપ્સીકમ અને જીણું સમારેલું કોબીજ પણ તમે એડ કરી શકો છો.