Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- ખૂબજ ઈઝી રીતે બનાવો ગાર્લિક પરોઠા,તે પણ ઘંઉના લોટમાંથી

Social Share

આજ કાલ આપણાને બહાર રેસ્ટોરન્ટ જેવું ખાવાનું ખૂબ પસંદ હોય છે,જેમાં રોટી ,નાન જેવી વસ્તુઓ પંજાબી સબજી સાથે ખૂબ પસંદ હોય છે.તો આજે ઘરે જ ઘંઉના લોટમાંથી બનાવીશું ગાર્લિક પરોઠા,જે પંજાબી સબજી અને ગ્રેવી વાળા શાકભાજી સાથે ખૂબ સરસ લાગે છે આ સાથે જ તમે ઈચ્છો તા ચા સાથે પણ તેને ખાઈ શકો છો, તો ચાલો જોઈએ કી રીતે બનેછે આ પરાઠા

સામગ્રી

સૌ પ્રથમ એક બાઉલ લોટ લઈને તેમાં 2 ચમચી તેલ એડ કરીલો અને સ્વાદ પ્રમાણ મીઠું એડ કરી જે રીતે રોટલી બનાવા માટે લોટ બાંઘો તે રીતે લોંટ બાંઘીલો.

હવે આ લોટના એક સરખા બે ભાગ કરીલો, એક વાટકા લોટમાંથી બે પરાઠા બનશે

હવે સૌ પ્રથમ આ લોટને કોરોના લોટમાં રગદોળીને એક મોટા પતલી સાઈઝની રોટલી બનાવી લો

હવે આ રોટલી પર ગોળ ફરતે તેલ સ્પ્રેડ કરીને લગાવો, ત્યાર બાદ તેના પર મરીનો પાવડર સ્પ્રેડ કરો ત્યાર બાદ વાટેલું લસણ પણ બરાબર ગોળ ફરતે  સ્પ્રેડ કરીલો, હવે લીલા ધણા સ્પ્રેડ કરો,ત્યાર બાદ ફરી તેના પર થોડો કોરો લોટ ભભરાવીને તેની લાંબી લાંબી પટ્ટીઓ ચપ્પુ વડે કાપીલો.

હવે જે આ લાંબી લાંબી પટ્ટીઓ કાપીને તેને એક પર એક રાખો, ત્યાર બાદ તેનું ગોળ પીલ્લું વાળો અને હળવા હાથે તેનો થોડો થીક પરાઠો થાય તે રીતે વણીલો

હવે આ પરાઠાને રોટલીની જેમ તળીલો તૈયાર છે તમારો ઘંઉના લોટનો ગાર્લિક પરાઠાઓ, આજ રીતે બીજો પરાઠો તૈયારવ કરીલો.