સાહિન મુલતાનીઃ-
આપણા સૌ કોઈને પિત્ઝાનું નામ આવે એટલે મોઢામાં પાણી આવી જાય છએ જો કે પિત્ઝા બનાવાની પ્રોસસેસ થઓડી લાંબી હોય છએ પણ જો ક્યારેય તમે નવરા બેસ્યા હોય અને તમને પિત્ઝઆનો સ્વાદ માણવો હોય તો આ ઈન્સટન્ટ કપ પિત્ઝા તમે બનાવી શકો છો જે ઘરની સમાગ્રીમાંથી બની પણ જાય છે
સામગ્રી
- 5
- નંગ – બ્રેડ ( બ્રેડને મિક્સરમાં ક્રશ કરીલેવી)
- 5 ચમચી – ટોમેટો અથવા પિત્ઝાનો સોસ
- 5 નંગ – કાચના કપ
- 2 ચમચી – કેપ્સિકમ મરચા જીણા સમારેલા
- 2 ચમચી – ડુંગળી જીણી સમારેલી
- 2 ચમચી – સમારેલા ટામેટા
- 6 ચમચી – મકાઈના દાણા
- 10 ચમચી – ચિઝ
- સ્વાદ પ્રમાણે – ઓરેગાનો
- સ્વાદ પ્રમાણે – ચીલી ફલેક્સ
સૌ પ્રથમ એક બાઉલ લો તેમાં બ્રેડ ક્રમ્સ લો હવે સમારેલી ડુંગળી, શિમલા મરચા અને ટામેટા તચેમાં એડ કરીદો
ત્યાર બાદ તેમાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ પણ એડ કરો હવે તેમાં ચિઝ એડ કરીને બરાબર મિક્સ કરીદો
હવે મકાઈના દાણા એડ કરીને ફરી તેને મિક્સ કરો, હવે એક કપમાં બટર લગાવો અને આ મિશ્રણ વડે આખો કપ કાઠેથી અધુરો રહે તે રીતે ભરીલો ત્યાર બાદ ઉપર ચિઝ છીણી દો
હવે આ કપને ઓવન વગર અથવા ઓવનમાં બેક કરીલો તૈયાર છએ તમારા ચિઝી કપ પિત્ઝા
જો ઓવન ન હોય તો કઢાઈને ગરમ કરો તેમાં સ્ટેન્ડ મૂકીને તેના પર કપ મૂકી દો અને કઢાઈને ઢાકણ વડે કવર કરીલો આમ 3 મિનિટ બેક કરીલો