સાહિન મુલતાની-
- દાળને સ્વાદિષ્ટ બનાવા ઉપરથી વઘાર કરો
- દાળને બાફતી વખતે ડુંગળી ,હળદર અને મીઠું નાખો
સામાન્ય રીતે વરસાદની સિઝનમાં દાળ કઠોળ વધુ બનાવવામાં આવતા હોય છે, ગરમાં ગરમ ભોજનનો સ્વાદ વરસાદમાં કંઈક અલગ જ હોય છે,જો કે અવું પણ બને છે કે આપણાને દાળ કે કઠોળ પસંદ ન હોય પરંતુ આજે આપણે દાળને એવી રીતે સ્વાદિષ્ટ બનાવવાની ટિપ્સ જોઈશું કે તમને દાળ ન ભાવતી હશે તો પણ તમે આગંળી ચાટીને દાળ ખાતા થઈ જશો, જે ગૃહિણીઓના ઘરમાં દાળ પસંદ નથી તે ગૃહિણીઓ આ ટિપ્સને ફોલો કરશે તો ચોક્કસ દાળ ખૂબજ સ્વાદિષ્ટ બનશે અને દરેક લોકોને ભાવતી થઈ જશે.
ખાસ કરીને વરસાદમાં અળદની દાળ, મગની દાળ, મશુરની દાળ, ચણાની દાળ,તુવેરની દાળ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે ,જો દાળને સાચી અને યોગ્ય રીતે બનાવવામાં તો ચોક્કસ દાળનો સ્વાદ કોઈ શાનદાર વાનગીથી કમ નહી હોય.
સૌ પ્રથમ જ્યારે પણ તમે દાળને બાફો છો, ત્યારે તેમાં એક ડુંગળી, 3 થી 4 લસણની કળી, હરદળ મીઠું અને તેલ નાખવાનું રાખો. જેનાથી દાળમાં મસાલાનો સ્વાદ બરાબર ભળી જશે.
હવે કોઈ પણ દાળને બરાબર એટલી જ બાફવી કે તે લોંદો (ભેગી) ન થાય , દાળના દાણા દેખાવવા જોઈએ કે કઈં દાળ છે.તે રીતે જ બાફવી,અનેકાચી પણ ન રહેવી જોઈએ.
દાળને વઘારવામાં એક કઢાઈમાં તેલ લઈને તેમાં જીરું નાખીને જીણા સમારેલા કાંદા, જીણા સમારેલા ટામેટા, લીલા ધાણા, ફરીથી સ્વાદ પ્રમાણે મીઠું, હરદળ, લાલ મચરું અથવા લીલુ મરચું નાખીને બરાબર મસાલો સાંતળો.ત્યાર બાદ તેમાં બાફેલી દાળ એડ કરીને 10 મિનિટ ઉકાળઈ લો.
કોઈ પણ દાળને તમે આ રીતે વઘારી શકો છો, જો તમને લીલી દાળ પસંદ હોય તો લીલા મરચા અને લસણની પેસ્ટ નાખો અને લાલ દાળ પસંદ હોય તો લસણ અને લાલ મરચાની ચટણી નાખો.
હવે દાળને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે આ સ્ટેપ ખાસ યાદ રાખવું. એક વધારીયામાં દેશી ધી લો, તેમાં જીણું જીણું સમારેલું લસણ લાલ કરો, ત્યાર બાદ તેમાં લાલ સુકા 4 થી 5 નંગ મરચા, હિંગ, કઢી લીમડો સાંતળીને તેનો વઘાર દાળ પર એડ કરીલો, આમ કરવાથી તમારી દાળનો સ્વાદ બે ગણો વધી જશે.