Site icon Revoi.in

કિચન ટિપ્સઃ બાજરીના રોટલાને સફેદ બનાવવા માટે અપનાવો  આ ટિપ્સ , રોટલા બનશે ઘોળા અને નરમ

Social Share

 

સામાન્ય રીતે બાજરીના રોટલા દેખાવમાં થોડા આછા એટલે કે કાળાશ કે લીલાશ પડતા હોય છે, આમ તો બાજરી અનેક ગુણોથી ભરપુર છે, બાજરીની તાસિર ગરમ છે જેથી કરીને શિયાળા અને ચોમાસામાં ખાવાથી ઘણો ફાયદો થાય છે.પરંતુ ઘણી ગૃહિણીઓને ફરીયાદ હોય છે કે, બાજરીના રોટલા સફેદ નથી થતા અને બાજરી ગ્રીન જેવા રંગની હોવાથી સફેદ ન થાય તે સ્વાભાવિક છે,પણ આજે અમે તનમને એવી ટિપ્સ જણાવી શું કે જેના દ્વારા તમે રોટલા સફેદ બનાવી શકશો.

બાજરીના રોટલા બનાવવા માટે જ્યારે પણ તમે બાજરીનો લોટ કણસવા બેસો ત્યારે એક રોટલાના લોટમાં 3 થી 4 ચમચી જુવારનો લોટ મિક્સ કરવો, જુવાર સફેદ હોવાથી બાજરીના રોટલાનો રંગ સફેદ બનશે, અને સ્વાદમાં પણ રોટલા ખૂબ સરસ બનશે.

આ સાથે જ જો બાજરીના રોટલાને સફેદ બનાવવા ઈચ્છતા હોવ તો રોટલાનો લોટ કસણતી વખતે તમે એક રોટલાના લોટમાં 2 ચમચી ઘંઉનો લોટ પણ મિક્સ કરી શકો છો, આ બન્ને ટ્રિક અપનાવવાથી તમારા બાજરીના રોટલા કાળ નહી પરંતુ સફેદ અને સ્વાદિષ્ટ પણ બનશે