Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- લીલા લસણ- ડુંગળીને લોંગ ટાઈમ સુધી ફ્રિજમાં સાચવવી હોય તો અપનાવો આ ટિપ્સ

Social Share

સાહિન મુલતાની-

શિયાળોમાં ભરપુર શાકભાજી માર્કેટમાં આવતા હોય છે તેમાં પણ લીલા ધાણા, લીલી ડુંગરી અને લીલુ સલણ ગૃહિણીઓ ફ્રીજમાં લાંબા સ્ય સુધી સ્ટોર કરતી હોય છે, જો કે કેટલીક ગૃહિણીઓને ફરિયાદ હોય છે કે લસણ,ડુંગરી અને ધાણા સારા રહેતા નથી, ચીમળાઈ જાય છે અથવા તો ચીકણા થઈ જાય છે, ફ્રીજમાં રાખવા છંત્તા આ પ્રકારની ફરિયાદ હોય છે, ત્યારે આજે આપણે લસણ,ડુંગરી અને ધાણા લાંબા સમય સુધી ફ્રેશ રાખવાની સાચી રીત જોઈએ.

લીલા ઘાણાને ફ્રેશ રાખવાની રીતઃ- સૌ પ્રથમ માર્કેટમાંથી લીલા ધાણા લાવીએ ત્યારે તેને સાફ કરીલો, ધાણાના પાનને થોડી ઘણી ડાળખીઓ સાથે તોડી લો, ત્યાર બાદ આ ડાળખીઓ વાળા પાનને એક સરખી રીતે ગોઠલી લો, હવે એક કોટનના મોટા કપડામાં આ ધાણા રાખી દો, અને ત્યાર બાદ આ કપડાને ચારે બાજુથી વીટીલો, એ રીતે વીટો કે ધાણામાં એર ન જાય, આ રીતે ધાણા ફ્રીજમાં રાખવાથી ઓછામાં ઓછા 8 દિવસ સુધી  લીલા અને તાજા રહે છે.

લીલી ડુંગરીને ફ્રેશ રાખવાની રીત – સૌ પ્રથમ લીલી ડુંગરીમાંથી સફેદ ડગંળીને કટ કરીને સાઈડમાં અલગ રાખીદો. હવે જે ડુંગરીના લીલા લીલા ડાળખા હોય તેને ચપ્પુ વડે પાટલી પર રાખીને જીણા જીણા સમારીલો, બીજી તરફ સફેદ ડુંગરીને પણ સાફ કરીને જીણી જીણી સમારેલો, હવે એક એર ટાઈટ ડબ્બામાં લીલી ડૂંગરી રાખો, અને બીજા એર ટાઈટ ડબ્બામાં સફેદ ડુંગરી રાખી દો, આ બન્ને ડુંગરી જુદી જુદી રાખવાથી ઓછામાં ઓછી 5 થી 8 દિવસ સુધી ફ્રેશ રહે છે. અને જ્યારે તેનો ઉપયોગ કરો ત્યારે પાણી વડે તેને ઘોઈને ઉપયોગમાં લેવી, સેમ આજ રીતે તમે લીલું લસણ પર સ્ટોર કરી શકો છો.