કિચન ટિપ્સઃ- શું તમે 4 દાળનું ભડકું ખાધું છે? જો નહી તો જાણીલો આ પરંપરાગત વાનગી જે ખિચડીને આપે છે ટક્કર
સાહિન મુલતાની-
ભડકું ઘણા લોકોએ પહેલી વાર શબ્દ સાંભળ્યો હશે, જો કે આ એક જૂના વડિલોની ડિશ છે જે 4 પ્રકારના ઘાન્યમાંથી બને છે,ખાવામાં સ્વાદિષ્ટ તો હોય જ છે પરંતુ તે ખૂબ હેલ્ઘી હોય છે.તો ચાલો જાણીએ ભડકું કેવી રીતે બને છે
પહેલe તો ભડકું બનાવવા માટેનો આપણે લોટ તૈયાર કરી લેવાનો છે.
- 1 કપ – ચોખાની કણકી
- 1 કપ – ફોતરા વાળી મગની દાળ
- 1 કપ – બાજરી
- 1 કપ- જુવાર
સૌ પ્રથમ એક કઢાઈમાં આ 4 ઘાન્યને બરાબર શેકીલો , શેકાયા બાદ તે ઠંડુ થાય એટલે મિક્સરમાં તેને અધકચરા લોટની જેમ દળી લો, આ દળેલી ભડકી તમે એક ડબ્બામાં સ્ટોર કરીને રાખઈ શકો છો જ્યારેવપણ ભડકું બનાવું હોય તો તેમાંથી બનાવી શકો છો.
- 2 કપ – ભડકીનો જે તૈયાર કર્યો હતો તે લોટ
- 4 કપ – ખાટ્ટી છાસ
- 4 કપ – પાણી
- 1 કપ – સમારેલું ગાજર
- 1 કપ – વટાણા
- 1 કપ – કેપ્સિટક
- 1 કપ – સમારેલા ટામેટા
- 2 ચમચી – આદુ મરચા વાટેલા
- 1 ચમચી – જીણુ સમારેલું લસણ
- 4 ચમચી – દેશી ઘી
- 1 ચમચી – તલ
- પા ચમચી – અજમો
- 1 ચમચી – જીરું
- સ્વાદજ પ્રમાણે – મીઠું
- જરુર પ્રમાણે – હિંગ
- 10 12 નંગ – મીઠા લીમડાના પાન
- જરુર પ્રમાણે – હરદળ
સૌ પ્રથમ એક કઢાઈ લો તેમાં ઘી ગરમ કરો ઘી થાય એટલે તેમાં જીરું અને અજમો તથા લીમડાના પાન, લસણ અને તલ નાખીને વટાણા નાખી બરાબર સાંતળી લો. વટાણાને 3 મિનિટ સુધી ચઢવા દો.
હવે વટાણા ચઢી જાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ , હિંગ, ટામેટા, ગાજર અને કેપ્સિકમ મરચા પણ નાખીદો, ત્યાર બાદ તેમાં મીઠું હરદળ નાખીને બરાબર સાંતળી લો. 5 થી 8 મિનિટ શાકભાજી રાકી ન જાય ત્યા સુધી કઢાઈ પર ઢાકણ ઢાકીને થવાદો
હવે જ્યારે સબજી ચઢી જાય એટલે તેમાં ભડકીનો લોટ નાખીને 4 કપ છાસ નાથી બરાબર મિક્સ કરો, ત્યાર બાદ પાણી નાખઈને ગેસની ફ્લેમ ઘીરી કરીદો અને 10 મિનિટ સુધી ઘીમા ગેસ પર જ કઢાઈ રાખીને પકાવવા દો,
હવે જ્યા ખીચડી જેમ ભડકી રેડી થી જાય એટલે તેમાં લીલા ઘાણા નાખીને સર્વ કરો,તૈયાર છે હેલ્ધી ભડકી