Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- શું તમે 4 દાળનું ભડકું ખાધું છે? જો નહી તો જાણીલો આ પરંપરાગત વાનગી જે ખિચડીને આપે છે ટક્કર

Social Share

સાહિન મુલતાની-

ભડકું ઘણા લોકોએ પહેલી વાર શબ્દ સાંભળ્યો હશે, જો કે આ એક જૂના વડિલોની ડિશ છે જે 4 પ્રકારના ઘાન્યમાંથી બને છે,ખાવામાં સ્વાદિષ્ટ તો હોય જ છે પરંતુ તે ખૂબ હેલ્ઘી હોય છે.તો ચાલો જાણીએ ભડકું કેવી રીતે બને છે

પહેલe તો ભડકું બનાવવા માટેનો આપણે લોટ તૈયાર કરી લેવાનો છે.

સૌ પ્રથમ એક કઢાઈમાં આ 4 ઘાન્યને બરાબર શેકીલો , શેકાયા બાદ તે ઠંડુ થાય એટલે મિક્સરમાં તેને અધકચરા લોટની જેમ દળી લો, આ દળેલી ભડકી તમે એક ડબ્બામાં સ્ટોર કરીને રાખઈ શકો છો જ્યારેવપણ ભડકું બનાવું હોય તો તેમાંથી બનાવી શકો છો.

સૌ પ્રથમ એક કઢાઈ લો તેમાં ઘી ગરમ કરો ઘી થાય એટલે તેમાં જીરું અને અજમો તથા લીમડાના પાન, લસણ અને તલ નાખીને વટાણા નાખી બરાબર સાંતળી લો. વટાણાને 3 મિનિટ સુધી ચઢવા દો.

હવે વટાણા ચઢી જાય એટલે તેમાં આદુ મરચાની પેસ્ટ , હિંગ, ટામેટા, ગાજર અને કેપ્સિકમ મરચા પણ નાખીદો, ત્યાર બાદ તેમાં મીઠું હરદળ નાખીને બરાબર સાંતળી લો. 5 થી 8 મિનિટ શાકભાજી રાકી ન જાય ત્યા સુધી કઢાઈ પર ઢાકણ ઢાકીને થવાદો

હવે જ્યારે સબજી ચઢી જાય એટલે તેમાં ભડકીનો લોટ નાખીને 4 કપ છાસ નાથી બરાબર મિક્સ કરો, ત્યાર બાદ પાણી નાખઈને ગેસની ફ્લેમ ઘીરી કરીદો અને 10 મિનિટ સુધી ઘીમા ગેસ પર જ કઢાઈ રાખીને પકાવવા દો,

હવે જ્યા ખીચડી જેમ ભડકી રેડી થી જાય એટલે તેમાં લીલા ઘાણા નાખીને સર્વ કરો,તૈયાર છે હેલ્ધી ભડકી