સાહિન મુલતાની-
બ્રેડ અને પનીરની આપણે એવનવી વાનગીઓ ખાધી જ હશે જો કે આજે બ્રેડ પનીરની સાથે ચિઝ વાળું એક સરસ મજાનું સ્ટાટર બનાવાની રેસિપી જોઈશું તમારા બાળકોને પણ આ રેસિપી ખૂબ જ ભાવશે,તો ચાલો જોઈએ એ સ્ટાટર બનાવાની રીત
સામગ્રી ( 6 સ્ટિક બનાવામાટે)
6 નંગ બ્રેડ
6 નંગ – ચિઝની સ્લાઈસ
6 નંગ – લાંબા શેપમાં કાપેલા પનીરના ટૂકડા
જરુર પ્રમાણે – ઓરેગાનો
જરુર પ્રમાણે – ચિલી ફ્લેક્સ
સૌ પ્રથમ બ્રેડની ચારેબાજૂથી કિનારીઓ કાઢી લો
ત્યાર બાદ દરેક બ્રેડને પાટલી પર રાખીને વેલણ વડે વણીલો જેથી બ્રેડની સાઊઝ પાતળી અને મોટી થઈ જાય
હવે પાટલી પર એક બ્રેડ લો તેમા ચિઝની સ્લાઈસ આખી રાખઈદો ત્યાર બાદ બ્રેડની કોર્નર પર પનીરની લાંબી ક્યૂબ રાખો હવે તેમાં જરુર પ્રમાણે ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો ભભરાવી દો ત્યાર બાદ જે બાજૂ પનીર રાખ્યું હતું ત્યાથી બ્રેડને રોલ વાળઈ દો.
આ રીતે બાકીના 5 રોલ પણ તૈયાર કરી લો
રોલ વળાઈ ગયા બાદ લાસ્ટમાં બ્રેડ પર પાણી ચોંટાડીને બ્રેડને ચોટાદી દો જેથી તળતા વખતે રોલ ખુલે નહી.
હવે એક પેન લો તેમાં આ રોલને લેસોફ્રાઈ કરી લો તૈયાર છે બ્રેડ પનીર ચિઝ સ્ટિક