સામાન્યરીતે ગરમીમાં આપણે સો કોઈ રુઅફ્ઝાના શરબત પીવાનો આગ્રહ રાખીએ છીએ, જો કે જાસૂદના ફૂલોનું શરબત પણ એટલપું જ ગુણકારી અને પેટની બળતરામાં ઠંડક આપે છે, તો આજે વાત કરીએ જાસૂદ અને મધમાંથી બનતા આ ડ્રિંકની
સામગ્રી
- 3 નંગ – જાસૂદના ફૂલ ( તેના પાનને અલગ કરીને સાફ કરી ઘોઈલો)
- 2 ગ્લાસ – પાણી
- અડધી ચચમી – તાની પત્તી
- 6 આઈસ ક્યૂબ
- અડઘી ચમચી – લીબુંનો રસ
- 2 ચમચી – મધ
સૌ પ્રથમ બે ગ્લાસ પાણીને એક પેનમાં ગર કરો, પાણી ગર થાય એઠલે તેમાં જાસૂદના ફુલના પાન નાખીને ઓછામાં ઓછી 10 મિનિટ ઇકાળી લો, ત્યાર બાદ તેમાં 2 ચપટી તાની ભૂકી એડ કરી 1 નિમિટ ઉકાળીને લીબુંનો રસ એડ કરી ગેસ બંધ કરી દો, હવે આ પાણીને ગરણી વડે ગાળીલો.
હવે આ જાસૂદ વાળા પાણીમાં 2 ચમચી મધ મિક્સ કરીલો અને તેને ફ્રીજમાં રાખી 10 મિનિટ ઠંડુ થવાદો
ત્યાર બાદ બે ગ્લાસ લો, એક ગ્સાલમાં 3 બરફના ટૂકડા રાખો અને જાસૂદની કોલ્ટ ટી એડ કરો,ા રીતે બે ગ્લાસ તૈયાર કરીલો, તૈયાર છે જાસૂદની કોલ્ડ લેમન ટી,વેઈચટ લોસમાં પણ મદદ કરે છે અને ગરમીમાં પેટને ઠંડક પહોંચાડે છે.