સાહિન મુલતાનીઃ-
આપણા સૌ કોઈને તીખૂ ખાવાનું ખૂબ ગમે છે અને એમા પણ જો તીખુ હોય સાથે હેલ્ધી હોય તો આરોગ્ય ખરાબ થવાની ફરીયાદ પણ નથી રહેતી તો આજે એક એવી જ વાનગી બનાવીશું જે ખાવામાં ટેસ્ટી હશે અને ધંઉની હોવાથી નુકશાન પણ નહી કરે,જેનું નામ છે ખીચડો જે છરેલા ઘંઉમાંથી બને છે.
સામગ્રી
- 2 કપ – છરેલા ઘંઉ(6 થી 8 કલાક સુધી પાણીમાં પલાળી રાખવા)
- 2 નંગ ડુંગળી- જીણી સમારેલી
- 4 મચચી – વાટેલા લીલા મરચા
- 2 ચમચી – લસણ વાટેલુ
- 2 ચમચી – વાટેલુ આદુ
- 2-2 નંગ – તજ,લવિંગ,મરી,બાદીયા
- 2 ચમચી – જીરું
- અડધી ચમચી – હરદળ
- 1 ચમચી – ગરમ મસાલો
- અડધો કપ – ફૂદીનો જીણો સમારેલો
- અડધો કપ – લીલા ધાણા જીણા સમારેલા
- 5 ચમચા -તેલ
- મીઠું – સ્વાદ પ્રમાણે
ખિચડો બનાવાની રીત
સૌ પ્રથમ પલાળેલા ઘંઉમાં પાણી હરદળ મીઠું નાખીને કૂકરમાં 8 થી 10 સિટિ વાગે ત્યા સુધી બાફઈલો, ઘંઉ બરાબર બફાવા જોઈએ
હવે એક કાઢાઈમાં તેલ લો, તેમાં જીરું, તજ,લવિગં,મરી અને બાદીયા લાલ કરો,
ત્યાર બાદ તેમાં ડુંગળી એડ કરીને સાતળીલો, હવે જ્યારે ડુંગળી સતળાય જાય એટલે તેમાં વાટેલા મચરા,આદુ અને સલણ એડ કરીને મીઠું તથા હરદળ એડ કરીદો, હવે આ મસાલાને 3 થી 4 મિનિટ સુધી પકાવા દો.
હવે મસાલો થવા આવે એટલે તેમાં ફૂદીનો અને ઘાણાને બરાબર ઘોઈને નાખીદો, ત્યાર બાદ તેમાં મીઠું પણ એડ કરીને બરાબર મિક્સ કરીલો, હવે તેમાં બાફેલા ઘઉં એડ કરીને જરુર પ્રમાણે પાણી નાખી દો,પાણી એટલું નાખવું કે જેથી ખીચડો થોડો નરમ થાય
હવે ગેસની ફ્લેમ ઘીમી કરીને 15 થી 20 મિનિટ આ ખીસડાને બરાબર ઉકાળવા દો,ઉકળી ગયા બાદ તેમાં ગરમ મસાલો માખીને મિક્સ કરીદો.
તૈયાર છે તમારો ઘઉંનો ખીચડો, આને ખાતી વખતે સો પ્રથમ એક વાટકામાં ખીચડો લો, તેના પર ફૂદીનો અને ઘણા નાખો ,લીબહું નીચવો અને ઉપરથી ફ્રાયડ કાંદા નાખીને મિક્સ કરીને ખાવો,આન કરીને ખીચડો ખાવાથઈ તેનો ટેસ્ટ ખૂબજ લઝિઝ આવે છે,તો આજેજ ટ્રાય કરો મસાલે દાર ખીચડો