સાહિન મુલતાની
આપણા સૌ કોઈને ખાંડવી કે પાટૂડી ખૂબ ભાવે છે તેનો સ્વાદ ખૂબ જ મજેદાર હોય છે જો કે આ પાટૂડી બનાવા માટે મહેનત ખૂબ થાય છે તેના માટે હવે એક નવી રેસિપી લાવ્યા છએ જેમાં સ્વાદ સેમ હશે બસ ખાંડવીના રોલની જગ્યાએ તમારે બનાવાના હશે ઢોકળા ,તો ચાલો જોઈએ પાટૂડી ઢોકળા બનાવાની રીત
સામગ્રી
- 4 કપ – બેસન
- 2 કપ – દંહી
- 3 ચમચી – આદુ લીલા મરચાની પેસ્ટ
- સ્વાદ અનુસાર મીઠું
- અડધીસ ચમચી હરદળ
એક મોટા વાસણમાં બેસન અને દહી લઈને બ્લેન્ડર વડે બરાબર એકરસ થાય તે રીતે મિક્સ કરીલો, હવે તેમાં 2 કપ પાણ ીપણ નાખી દો,ફરી એક વખત તેને બ્લેન્ડર વડે મિક્સ કરીલો
હવે આ મિશ્રણમાં મીઠું , આદુ મનરચાની જીણી વાટેલી પેસ્ટ ,ગરદળ નાખીને બરાબર મિક્સ કરીલો,
હવે એક કુકરમાં છોડુ પાણી લઈને તેને ગરમ કરવા રાખો,હવે એક આવો વાટકો લો જે કુકરમાં આવી જાય આ વાટકામાં આ બેસનનું ખીરુ ભરીને પાણી ભરેલા કુકરમાં રાખઈને 10 થી 12 મિનિટ થવાદો ,કુકુરનું ઢાકણું ઢાકી 3 4 સિટી વગાડી લો.
હવે તેને કાઢીને ફરી તેમાં બ્લેન્ડર ફેરવો .ત્યાર બાદ ઢોકળાની પ્લેડમાં માપસર નાથીને તેના ઢોકળા બનાવી લો, 10 15 મિનિટ ઢોકળાને થવાદો .
હવે ઢોકળાને એક સરખી સાઈઝમાં કટ કરીલો ,તૈયાર છે ઢોકળા
વધાર માટે
- જરુર પ્રમાણે તેલ
- 2 ચમચી રાય
- 1 ચમચી જીરુ
- 3 ચમચી લીલા કોપરાની છીણ
- થોડા લીલા ઘાણા
- 2 ચમચી તલ
- 10 થી 12 નંગ કઢીલીમડાના પાન
તેલ ગરમ કરી તેમા રાય ફોડીલો, ત્યાર બાદ જીરુ ,કઢી લીમડો તલ નાખીને તતળાવી લો, હવે આ વઘાર ઢોકળા પર નાખીદો ત્યાર બાદ તેમાં ધાણા અને કોપરાની છીણ નાખીને સર્વ કરો.ખાવામાં ટેસ્ટ ખાંડવી જેવો જ આવે છે, સ્વાદિષ્ટ અને હેલ્ધી પણ ખરા