1. Home
  2. ગુજરાતી
  3. ખોરાક
  4. કિચન ટિપ્સઃ-શું તમે ખાધા છે આ ફોતરાવાળી મગની દાળના ગ્રીનવડા, ક્રિસ્પી અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી
કિચન ટિપ્સઃ-શું તમે ખાધા છે આ ફોતરાવાળી મગની દાળના ગ્રીનવડા, ક્રિસ્પી અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી

કિચન ટિપ્સઃ-શું તમે ખાધા છે આ ફોતરાવાળી મગની દાળના ગ્રીનવડા, ક્રિસ્પી અને સ્વાદમાં ખૂબ જ ટેસ્ટી

0
Social Share

સાહિન મુલતાની-

સામગ્રી 

  • 2 કપ – મગની દાળ ફોતરાવાળી
  • 3 કપ – ચણાની દાળ
  • સ્વાદ પ્રમાણે – મીઠું
  • 4 ચમચી – લીલા મરચા વાટેલા
  • 2 ચમચી – લસણ વાટેલું
  • 5 ચમચી – લીલા ઘાણા
  • 2 ચપટી – અજમો
  • અડધી ચમચી – જીરું
  • 2 કપ – કાંદા જીણા સમારેલા
  • 1 કપ – લીલા કાંદા જીણા સમારેલા
  • 1 ચમચી – વાટેલો ગરમ મસાલો

દાળવડા બનાવવાની રીત –

  • સૌ પ્રથમ બન્ને દાળને  4 થી 6 કલાક પલાળી રાખો
  • આટલા કલાક બાદ દાળ પાણીમાં પલળી ગયા બાદ તેને ચારણીમાં કોરી કરીલો ,પાણી બરાબર નીતારી લેવું
  • પાણી નીતરી ગયા બાદ આ દાળને મિક્સરમાં અડકચરી રીતે વાટીલો
  • હવે આ વાટેલા દાળના મિશ્રણમાં મીઠૂં, જીરુ. અજમો, લીલા કાંદા, સુકા કાંદા,લીલા ઘાણા, લીલા મરચા,લસણ અને ગરમ મસાલો નાખીને બરાબર મિક્સ કરીલો.
  • હવે  એક કઢાઈમાં તેલ ગરમ થવા રાખી દો તેલ ગરમ થયા બાદ આ મિશ્રણને ગોળ શેપમાં ગોળ વડા બનાવીને તેલમાં નાખીને કાચા પાક તળીને કાઢીલો,
  • હવે આ ગોળ કાચા દાળવડાને કોઈ ગ્લાસ કે લોટા વડે દાબીને ચપટા કરીલો, ધ્યાન રાખો ઘીરે રહીને આ ગોળ દાળવડાને દાબો
  • ત્યાર બાદ આ દાળવડા ચપટા થઈ જશે તેને ફરી એક વખત ગરમ ગરમ તેલમાં નાખીને ક્રિસ્પી થાય ત્યા સુધી તળીલો, આ બાળવડા બ્રાઉન થાય એટલે તેને તેલમાંથી કાઢીલો, તૈયાર છે ગરમાગરમ દાળવડા, તમે તળેલા મરચા અને સોસ તથા ચટણી સાથે સર્વ કરી શકો છો.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code