સાહિન મુલતાની-
સામગ્રી
- 2 કપ – મગની દાળ ફોતરાવાળી
- 3 કપ – ચણાની દાળ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 4 ચમચી – લીલા મરચા વાટેલા
- 2 ચમચી – લસણ વાટેલું
- 5 ચમચી – લીલા ઘાણા
- 2 ચપટી – અજમો
- અડધી ચમચી – જીરું
- 2 કપ – કાંદા જીણા સમારેલા
- 1 કપ – લીલા કાંદા જીણા સમારેલા
- 1 ચમચી – વાટેલો ગરમ મસાલો
દાળવડા બનાવવાની રીત –
- સૌ પ્રથમ બન્ને દાળને 4 થી 6 કલાક પલાળી રાખો
- આટલા કલાક બાદ દાળ પાણીમાં પલળી ગયા બાદ તેને ચારણીમાં કોરી કરીલો ,પાણી બરાબર નીતારી લેવું
- પાણી નીતરી ગયા બાદ આ દાળને મિક્સરમાં અડકચરી રીતે વાટીલો
- હવે આ વાટેલા દાળના મિશ્રણમાં મીઠૂં, જીરુ. અજમો, લીલા કાંદા, સુકા કાંદા,લીલા ઘાણા, લીલા મરચા,લસણ અને ગરમ મસાલો નાખીને બરાબર મિક્સ કરીલો.
- હવે એક કઢાઈમાં તેલ ગરમ થવા રાખી દો તેલ ગરમ થયા બાદ આ મિશ્રણને ગોળ શેપમાં ગોળ વડા બનાવીને તેલમાં નાખીને કાચા પાક તળીને કાઢીલો,
- હવે આ ગોળ કાચા દાળવડાને કોઈ ગ્લાસ કે લોટા વડે દાબીને ચપટા કરીલો, ધ્યાન રાખો ઘીરે રહીને આ ગોળ દાળવડાને દાબો
- ત્યાર બાદ આ દાળવડા ચપટા થઈ જશે તેને ફરી એક વખત ગરમ ગરમ તેલમાં નાખીને ક્રિસ્પી થાય ત્યા સુધી તળીલો, આ બાળવડા બ્રાઉન થાય એટલે તેને તેલમાંથી કાઢીલો, તૈયાર છે ગરમાગરમ દાળવડા, તમે તળેલા મરચા અને સોસ તથા ચટણી સાથે સર્વ કરી શકો છો.