સાહિન મુલતાની-
હાલ માર્કેટમાં અનેક ભાજીઓ આવી રહી છે વરસાદ બાદ આ શાકભાજીની ઋતુ છે કારણ કે આ સિઝનમાં દરેક શાકભાજી તમને માર્કેટમાં મળી રહે છે ખાસ કરીને તાદંરજાની ભાજી પણ આ સિઝનમાં આવતી હોય છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારી છે જો કે તેને વઘુ સ્વાદિષ્ટ બનાવાની રીત લાવ્યા છે તેને કારણે બાળકો પણ આ ભાજીનું શાક ખાવાનું પસંદ કરશે.
સામગ્રી
- 1 પડી તાંદરજાની ભાજી -ભાજીના પાંદડા પાંદડા તોડી લેવા 4 થી 5 પાણીએ ઘોઈ લેવી
- 2 નંગ – ટામેટા
- 3 ચમચી – લસણની અધકચરી વાટેલી પેસ્ટ
- 4 ચમચી – બેસન
- 1 ચમચી – લાલ મરચું
- સ્વાદ પ્રમાણે -મીઠું
- જરુર મુજબ -હળદર
- 1 ચમચી – જીરું
- 4 મોટા ચમચા -તેલ
સૌ પ્રથમ એક કઢાઈમાં તેલ લઈને જીરું લાલ કરો, ત્યાર બાદ તેમાં અધકચરું વાટેલું સલણ સાતંળીને ટામેટા નાખઈને સાંતળવા દો.
ત્યાર બાદ તેમાં મેથીની ભાજી નાખીને હરદળ અનેમીઠું એડ કરી બરાબર મિક્સ કરીદો,
હવે કઢાઈને ઢાંકીને 5 મિનિટ રહેવાદો ત્યાર બાદ તેમાં લાલ મરચાનો પાવડ અને બેસન એડ કરીને બરાબર બેસક પાકી જાય ત્યા સુધી ફેરવતા રહો.
હવે જ્યારે મલાસો બરાબર મેથી અને બેસનમાં ભળી જાય એટલે તેમાં 5 ચમચી પાણી નાખીને 2 મિનિટ બાદ કરી ગેસ બંધ કરીલો
તૈયાર છે બેસન વાળું ભાજીનું સ્વાદિષ્ટ શાક જે ખાવામાં પણ સ્વાદિષ્ટ લાગશે અને બાળકો પણ હોંશે હોંશે ખાશે.
જો તમે ઈચ્છો તો આ શાકને બાળક માટે બ્રેડ પર લગાવીને આપી શકો છો.