સામાન્ય રીતે થેપલા સવારના નાસ્તામાં કે પ્રવાસ દરમિયાન દરેક ઘરોમાં બનાવવામાં આવતા હોય છે ખાસ કરીને મેથીના થેપલા આપણએ સૌ કોઈે ખાધા છે,જો કે આજે મગ અને ઘંઉના લોટના થેપલાની વાત કરીશું જે બેઝિક સામગ્રીમાંથી બની જશે
સામગ્રી
- 3 કપ – ઘઉંનો લોટ
- 1 કપ – મગ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- જરુર પ્રમાણે – હરદળ
- 1 ચચમી – લીલા મરચાની પેસ્ટ
- 2 ચમચી – લસણની પેસ્ટ
- 2 – ચમચી તલ1 ચમચી – ખાંડ
- 1 ચમચી – લીબુંનો રસ
- થોડા સમારેલા લીલા ધાણા
- 1 ચમચી – ગરમ મલાલો
સૌ પ્રથમ મગને મિક્સરમાં અધકચરા ક્રશ કરીલો, હવે આ ક્રશ કરેલા મગને પાણી વડે બરાબર ઘોઈને ડૂબતા પાણીમાં 2 કલાક સુધી પલાળી રાખો, બે કલાક બાદ તેમાંથી પાણી નિતારી લો
હવે એક મોટૂ બાઉલલો, તેમાં ક્રસ કરેલા મગ, ઘઉંનો લોટ નાખીને બરાબર મિક્સ કરો
હવે તેમાં દરેક મસાલા એડ કરીદો અને લીલા ધાણા પણ એડ કરીને જરુર પુરતું પાણ ીનાખીને કઠણ કણક રોટલીના લોટની જેમ તૈયાર કરીલો
હવે આ લોટમાંથી નાના નાના થોડા જાડા થેપલા વણીલો અને તવીમાં ઘી અથવા તેલ નાખીને બ્રાઉન અને ક્રિસ્પી થાય ત્યા સુધી તળીલો
તૈયાર છે હેલ્ધી મગ અને ઘઉંના લોટના આ થેપલા જેને ચા સાથે ખાઈ શકો છો ,ચટણી તથા અથાણા સાથે પણ ા થેપલા સરસ લાગે છે.