Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- શું તમે ક્યારેય ચિઝ પાલક બોલ ટ્રાય કર્યા છે જો નહી તો ઓછી સામગ્રીમાં ઝટપટ બનાવો આ ચિઝ પાલક બોલ

Social Share

સાહિન મુલતાનીઃ-

પાલક એક એવી ભાજી છે જે સલાડથી લઈને પરાઠા કે નાસ્તા દરેક વાનગીઓમાં વપરાય છે જો કે આજે પાલકનો એક યુનિક નાસ્તો લઈને આવ્યા છે જે પાલક અને સોજીમાંથી બને છે તો ચાલો જાણીએ કઈ રીત ેબને છે પાલક ચિઝ બોલ

સામગ્રી

સૌ પ્રથમ પાલકને બાફીને મિક્સરમાં તેનું પ્યુરી બનાવી લો

હવે એક કઢાઈમાં તેલ ગરમ થવાદો તેલ થાય એટલે તેમાં મરીનો પાવડર, લસણ નાખીને તરત પાલકની પ્યુરી એડ કરીદો

હવે આ પ્યુરીમાં 3 કપ જેટલું પાણી નાખઈને ઉકાળો આવવા દો, પાણી ઉકળે એટલે મીઠું અને ચિલી ફ્લેક્સ પણ એડ કરીદો

આ પ્યુરી ઉકળે એટલે તેમાં રવો નાખીને બરાબર ગરમ કરો, બોલ વળી શકે તે રીતે તેનું કઠણ સ્ટેક્ચર રાખો,

હવે આ મિશ્રણને ઠંડુ થવાદો, હવે તેના નાના નાના બોલ બાનવીને તૈયાર કરીલો,

હવે જે છીણેલું ચિઝ છે તેના પણ નાના નાના બોલ બનાવી લો.જેટલા પાકલના બોલ છે તેટલા જ નંગ ચીઝ બોલ બનાવો

હવે ચિઝના બોલને પાલકના બોલમાં સ્ટફિંગ કરીદો.

હવે આ બોલને કોર્નફ્લોરની સ્લરીમાં બોળીને બ્રેડ ક્રમ્સમાં રગદોળી દો,

હવે એક કઢાઈમાં તેલ ગરમ થવાદો તેલ ગરમ થાય એટલે તેમાં આ બોલ ક્રિસ્પી થાય તે રીતે તળીલો