સાહિન મુલતાનીઃ-
સામાન્ય રીતે વર્કિંગ વૂમેન હોય તો ઘરમાં અનેક પ્રકારના નાસ્તાઓ બનાવીને રાખવા પડતા હોય છે જેથી કરીને બાળકો કે ઘરના પરિવારને બૂખજ ભૂખ લાગે ત્યારે તેઓ સરળતાથી કઈ પણ ખાય શકે, તો આજે એક એવી જ ગોબા પુરી ટ્રાય કરીશું,જે ખાવામાં ક્રિસ્પી અને સોલ્ટિ હોય છે.ખાસ કરીને આ પુરી ચા સાથે ખૂબ જ સારી લાગે છે.આ પુરી થોડી તીખાશ વાળી પમ હોય છે જેથી ચા દૂધ સાથે બેસ્ટ કોમ્બિનેશન છે.
સામગ્રી
- 250 ગ્રામ – મેંદો
- 250 ગ્રામ – રવો
- 1 ચમચી – હળદર
- 1 ચમચી – વાટેલા મરી
- સ્વાદ પ્રમાણે – મીઠું, થોડુ વધારે નાખવું
- 200 ગ્રામ – દેશી ઘી
- તળવા માટે – તેલ
સૌ પ્રથમ એક મોટું વાસણ લો તેમાં રવો અને મેંદો લઈને બન્ને બરાબર મિક્સ કરીદો
હવે આ લોટમાં ઘીને નવશેકુ ગરમ કરીને નાખઈ દો, ત્યાર બાદ લોટ અને ઘી બન્નેને બરાબર મિક્સ કરો ,
હવે આ લોટમાં વાટેલા મરી, મીઠું અને હરદળ નાખઈને ફરી મિક્સ કરો
ત્યાર બાદ પાણી વડે અકદમ કઠણ લોટ બાંઘીલો.
હવે આ લોટની નાની નાની અને થોડી જાડી પુરી વણો અને પુરીનામ વેલણના પાછળના ભાગ વડે બદાવીને એક પુરીમાં 4 થી 6 ગોબા પાડી દો,
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો તેલ ગરમ થાય એટલે પુરી ઘીમી આંચપર તળીલો, બન્ને બાજૂ પુરીને સરખી રીતે તળવી તૈયાર છે તમારી મરી વાળઈ તીખઈ લોસ્ટી ગોબા પુરી.