Site icon Revoi.in

કિચન ટિપ્સઃ શું તમે ક્યારેય પનીર પોકેટ ટ્રાય કર્યા છે, જો નહી તો જોઈલો તેને બનાવાની રીત

Social Share

સાહિન મુલતાની-

સામાન્ય રીતે બ્રેડ પકોડા આપણે સૌ કોઈ ખાતા હોયએ છીએ જેમા બટાકાનો મસાલો હોય છે જો કે આજે આપણે પનીર પકોડા બનાવવાની સૌથી સીઘી અને સરળ રીત જોઈશું

સામગ્રી

5 નંગ – બ્રેડ
100 ગ્રામ – પનીર
2 ચમચી – લીલા મરચાની પેસ્ટ
2 ચમચી – લીલા ઘાણા
1 નંગ -બાફેલું બટાકું
સ્વાદ પ્રમાણે – મીઠું
જરુર પ્રમાણે – હરદળ
1 ચમચી – ગરમ મસાલો
2 નંગ – જીણી સમારેલી ડુંળી
તેલ – તળવા માટે અડધી કઢાઈ ભરીને

ખીરુ બનાવા માટે સામગ્રી

2 કપ બેસન
સ્વાદ પ્રમાણે મીઠું
પા ચમચી સોડા ખાર
જરુર પ્રમાણે હરદળ

એક બાઉલમાં બેસન લો તેમાં જરુર પ્રમાણે પાણી એડ કરો ત્યાર બાદ મીઠું, હરદળ અને સોડાખાર નાખીને બરાબર ગાઠાં ન પડે તે રીતે ઘટ્ટ ખીરુ તૈયાર કરીલો,

સ્ટફીંગ બનાવાની રીત

સૌ પ્રથમ એક બાઉલ લો તેમાં પનીર છીણી લો, હવે તેમાં લીલા મરચાની પેસ્ટ, મીઠું, લીલા ઘાણા ,બટાકું , હરદળ ,ગરમ મસાલો અને જીણી સમારેલી ડુંગળી નાખીને બરાબર મિક્સ કરીદો તૈયાર છે પકોડાનું સ્ટફીંગ

હવે એક બ્રેડમાંયથી ચાર ટૂકડા કરો આ રીતે 5 બ્રેડમાંથી કુલ એકસરખા ચોરસ આકારના 20 ટૂકડાઓ તૈયાર થશે અને તેમાંથી કુલ 10 પોકેટ પકોડા બનશે.

હવે એક બ્રેડનો ચોરસ ટૂકડો લો તેના પર પનીરનું સેટફીંગ બરાબર મૂકો અને ઉપર બીજો બ્રેડનો ટૂકડો હાથ વડે બદાવીને ચોંટાડી દો આમ બધા જ બ્રેડના ટૂકડાઓના પોકેટ તૈયાર કરીલો

હવે ગેસ પર કાઢઈમાં તેલ ગરમ કરવા રાખઈ દો. તેલ ગરમ થાય એટલે બ્રેડના સ્ટફિંગ પોકેટને બેસનના ખીરામાં જુબોળીને ભરતેલમાં પકોડાની જેમ જ તળીલો, જો તમે ઈચ્છો તો સ્ટફિંગમાં ચીઝ અને અન્ય વેજીસ પણ એડ કરીશકો છો.તૈયાર છે તમારા પનીર પકોડા.