સાહિન મુલતાનીઃ-
સામગ્રી
- 6 નંગ – ટામેટા
- 6 ચમચી – બેસન
- સ્વાદ પ્રમાણે – મીઠું
- જરુર પ્રમાણે – લીલા ઘાણા
- 2 ચમચી – ઘાણાજીરાનો પાવડર
- 2 ચમચી – લાલ મરચાનો પાવડર
- 2 ચમચી – વાટેલું લસણ
- જરુર પ્રમાણે – હરદળ
- 1 ચમચી – લીબુંનો રસ
- 1 ચમચી – ખાંડ
- 1 ચમચી – લીલા મરચાની પેસ્ટ
- 2 કપ – છાસ
- જરુર પ્રમાણે – પાણી
સ્ટફ ટામેટા બનાવવાની રીત-
- સૌ પ્રથમ 6 નંગ ટામેટા લો, તેના ઉપરથી ટામેટાનું ડિચીયું કાઢી લો, હવે એક અણીદાર ચપ્પુ કે કટર લઈને ટામેટામાંથી તેનો પલ્પ કાઢીલો અને ટામેટાને ખાલી કરી દો.
- હવે એક તપેલી લો તેમાં બેસન લો બેસનમાં હવે છાસ એડ કરીને બરાબર મિક્સ કરીલો
- ત્યાર બાદ તેમાં જરુર પ્રમાણે હરદળ, મીઠું અને લીલા મરચાની પેસ્ટ ઉમેરીદો
- હવે આ બેસનમાં લીબુંનો રસ અને ખાંડ ઉમેરીને લસણની પેસ્ટ ઉમેરી દો
- હવે ત્યાર બાદ જો આ બેસન ઘટ્ટ જણાય તો થોડુ પાણી એડ કરીને તેને થોડુ પાતળું રહે તે રીતૈ તૈયાર કરી લો,
- હવે જે ટામેટાની અંદરથી આપણે પલ્પ કાઢી નાખ્યો હતો તેને પણ બેસન વાળા ખીરામાં એડ કરીને બરાબર મિક્સ કરીલો
- હવે એક ઈડલીનું કુકર લો તેમાં પાણી નાખઈને ગરમ કરવા રાખો અને તેમાં કાણા વાળી ડિશ ખાલી રાખીદો
- ત્યાર બાદ જે બેસનનું સ્ટફિંગ તૈયાર કર્યું છે તેને દરેક ટામેટામાં આખું ટામેટું ભરાય જાય તે રીતે ફિલ કરીદો,
- હવે ઉપરથી લીલા ઘાણા ,ઘાણાજીરુ પાવડર અને લાલ મરચું ભભરાવી દો
- હવે ટામેટાની સ્ટિમ કરવા કુકરમાં ઊભા રાખઈને ગોઠવી દો 10 થી 15 મિનિટ ટામેટાને સ્ટિમ કરીદો,
- તૈયાર છે તમારા સ્ટિમ સ્ટફેડ ટામેટા જેને નાસ્તામાં સર્વ કરી શકો છો જો તમે ઈચ્છો તો ગ્રીન ચટણી સાથે ખાય શકો છો.