સાહિન મુલતાની-
સામાન્ય રીતે બ્રેડની સેન્ડવિચ બનતી હોય છે જો કે આજકાલ ફાસ્ટ ફૂડમાં બ્રેડમાંથી અવનવી વાનગીઓ બનાવામાં આવે છે આજે વાત કરીશું બ્રેડમાંથી ત્રિપલ લેયર પિત્ઝા બનાવાની પીત વિશે જે બેઝિક સામગ્રીમાંથી બનીને રેડી થાય છે ,તો ચાલો જોઈએ બાળકોથી લઈને વડિલો દરેને ભાવતા આ પિત્ઝાની રીત
સામગ્રી – 1પિત્ઝા માટેની
- 4 નંગ – મોટી બ્રેડ ( બ્રેડની ચારે બાજૂથી કોરને કાઢઝી લેવી)
- 1 નંગ – ચીઝની સ્લાઈસ
- 2 નંગ – ચીઝની ક્યૂબ અથવા 2 ચમચી મોઝરેલા ચિઢ
- 1 નંગ – નાનું શિમલા મરચું જીણું સમારેલું
- 1 નંગ – ડુંગળી જીણી સમારેલી
- 1 નંગ – ટામેટું જીણુ સમારેલું
- 4 થી 6 નંગ – ઓલિવ્સ
- 2 ચમચી – સિઝવાન ચટણી
- અડધી – ચમચી ચીલી ફલેક્સ
- અડધી ચમચી – ઓરેગાનો
- 1 ચમચી – ટામેટા કેચઅપ
પહેલા ડુંગળી, શિમલા મરચું અને ટામેટાને એક નાના બાઉલમાં લઈલો તેમાં મીઠું નાખીને રાખીદો.
સૌ પ્રથમ એક બ્રેડ પર ટામેટા કેચઅપ સ્પ્રેડ કરીલો હવે તેના પર ચીઝની સ્લાઈસ રાખી દો,
હવે તેના પર બબીજી બ્રેડ મૂકો અને આ બ્રેડ પર ચમચી વડે સિઝવાન ચટણી સ્પેરડ કરીને 1 ચમચી જેટલું ચિઝ ભભરાવી દો,
હવે તેના પર ત્રીજી બ્રેડ મૂકો, હવે આ બ્રેડ પર ફરી સિઝવાન ચટણી લગાવો અને તેના પર બાઉલમાં મીઠું નાખીને મૂકેલા શાકભાજી કેપ્સિકમ મરચા, ડુંગળી અને ટામેટા બરાબર લોડેડડ રીતે સ્પ્રેડ કરીને પાથરી દો.
હવે શાકભાજી પર 1 ચમચી અથવા 1 ચીઝની ક્યૂઝ છીણીને વેજીસને ચીઝથી ઢાકીદો, હવે આ ચીઝ પર ઓલિવ્સ ગોઠવી ગો, ત્યાર બાદ ચીલી ફઅલેક્સ અને ઓરેગાનો ભભરાવી દો.
હવે એક પઈનમાં અથવા ઓવનમાં તેને ગરમ કરીલો, તૈયાર છે ત્રિયલ લેયર બ્રેડ પિત્ઝા