સાહિન મુલતાનીઃ-
આપણે લોકો સ્વિટ ખાવાનો ખૂબ શોખીન હોઈએ છીએ જો કે બહાર મળતી મોંધી મીઠાઈ કરતા જો ઘરે અને એ પમ ગોળમાં બનાવેલું દેશી સ્ટાઈલનું સ્વિટ ખાવામાં આવે તો તે નુકશાન કરતું નથી તો આજે દેશી સ્ટાઈલની લાપસી બનાવાની ઈઝી રીત જોઈશું
- સામગ્રી
- 2 કપ – લાપસીના ફાળા
- 200 ગ્રામ – ગોળ
- જરુર પ્રમાણે – દેશી ઘી
સૌ પ્રથમ લાપસીના ફાડાને બરાબર પાણી વડે ઘોઈ લો,
ત્યાર બાદ એક કુકરમાં માપ પ્રમાણે પાણી નાખીને લાપસીના ફાટાને બાફીલો,
હવે લાપસી બફાઈ ગયા બાદ તેને એક ડીશમાં કાઢીલો
,હવે એક કઢાઈમાં ગોળ ગરમ કરીલો ,ખાલી ગોળ ઓગળે ત્યા સુધી જ ગરમ કરવો
,હવે આ ગોળને લાપસીમાં નાખી દો અને મિક્સ કરીદો
ત્અયાર બાદ તેમાં ઉપરથી તમારા જરુર પ્રમાણે દેશી ઘી પણ લાપસીમાં નાખો, હ
વે આ મિશ્રણને ડીશમાં જ ચમચી વડે મિક્સ કરીલો,તૈયાર છે એકદમ સરળ અને હેલ્ધી ફાડા લાપસી.
ગામડાઓમાં આજે પણ સવારમાં આ રીતે ગોળવાળી ફાડા લાપસી ખાવામાં આવે છે જેમાં ઉપરથી દેશી ઘી રેલમછેલ કરવામાં આવે છે, આ ખાવામાં હેલ્ધી પણ છે અને પાચન પણ ખૂબ ઝડપથી થાય છે,આ તદ્દન દેશી સ્ટાઈલ છે અને 10 મિનિટમાં રેડી પણ થઈ જાય છે. તો આજે જ ટ્રાય કરો એ ઈઝી ફાડા લાપસી .જેમાં ખૂબ જ ઓછી મહેનત થશે અને જેને સ્વીટ પસંદ છે તે લોકો માટે આ બેસ્ટ ઓપ્શન છે.