Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- શું તમે બ્રેડ કોફ્તા ટ્રાય કર્યા છે જો નહી તો જાણીલો ગ્રેવી વાળા બ્રેડ કોફ્તા બનાવાની રીત

Social Share

સાહિન મુલતાનીઃ-

આપણે સૌ કોઈએ પનીર કોફ્તા , કાજૂ કોફ્કા કે વેજ કોફ્તા ખૂબ ખાઘા હશે પણ જ્યારે ઘરમાં સબજી કે પનીર ન હોય ત્યારે બ્રેડનો યૂઝ કરીને તમે બ્રેડ કોફ્તા પણ બનાવી શકો છો તો ચાલો જાણીએ તેને બનાવાની રીત

સામગ્રી

કોફ્તા બનાવવા માટે

સૌ પ્રથમ બ્રેડને કોર સહીત મિક્સરમાં એકદમ જીણી ક્રશ કરીલો
હવે બ્રેડમાં કેપ્સિકમ મરચા, ગાજર એડ કરીને બરાબર હાથ વડે મેશ કરો.

હવે તેમાં ચિઝ, મીઠુ, આદુ .મરચા , લસણ એડ કરી દો ત્યાર બાદ મરી પાવડર અને લીલા ઘાણા પણ એડ કરીને બરાબર બધુ મિક કરી લો
હવે આ મિશ્રણના નાના નાના બોલ તૈયાર કરીલો

હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો અને આ બોલ બ્રાઉન થાય ત્યા સુધી તેને તળીલો.

કોફ્તાની ગ્રેવી માટે સામગ્રી અને રીત

સામગ્રી

હવે ગ્રેવી બનાવવા માટે સૌ પ્રથમ એક કઢાઈ લો તેમાા તેલ ગરમ કરો
હવે આ તેલમાં જીરું અને ડુંગળી સાંતળી લો.

ત્યાર બાદ તેમાં સમારેલું આદુ , મરચાના નાના નાના ટૂકડાઓ અને લસણની કળી આખી નાખીને 1 મિનિટ સાંતળો.

હવે તેમાં કાજુ એડ કરીદો ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું નાખઈ 1 મિનિટ સંતાળી લો
હવે આ ઠંડુ થાય એટલે તેને મિક્સરમાં લઈ 2 ચમચી દહીં નાખીને ક્રશ કરીને ગ્રેવી બનાવી લો

હવે આ જ પેનમાં 2 ચમચી તેલમાં 1 ચમચી જીરુ ગરમ કરીને ગ્રેવી એડ કરીદો ત્યાર બાદ તેમાં બ્રેડના કોફ્તા એડ કરીને જરુર પ્રમાણે પાણી નાખી 2 થી 3 મિનિટ ઉકાળી લો,હવે ઉપરથી 4 ચમચી મવલાઈ એડ કરીલો.

હવે ગેસ બંધ કરી કઢાઈને ઉતારીલો અને તેમાં લીલા ઘણા લાખી સર્વ કરો તૈયાર છે બ્રેડ કોફ્તા