કિચન ટિપ્સઃ-શું તમે રીગંણની કાતરી ટ્રાય કરી છે,જો નહી તો હવે આ રીતે બનાવો રિંગણ ચિપ્સ
સાહિન મુલતાનીઃ-
સામગ્રી
- 500 ગ્રામ – રિંગણ
- 3 ચમચા – તેલ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- જરુર પ્રમાણે – હરદળ
- 2 ચમચી – લાલ મરટું
- 1 ચમચી – લીલા મરચાની પેસ્ટ
- 1 ચમચી – લસણની પેસ્ટ
- 1 ચમચી જીરુ
- 1 ચમચી – ધાણાજીરાનો પાવડર
- થોડા લીલા ઘાણા જીણા સમારેલા
સૌ પ્રથમ રિંગના ડીચા કાઢીલો અને તેની લાંબી લાંબી અને થોડી પાતળી ચિપ્સ સમારીલો
હવે રિંગણને પાણીમાં ઘોઈને બરાબર કોરા કરી લો
ત્યાર બાદ એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો તેલ થાય એટલે તેમાં જીરું એડ કરીને લસણની પેસ્ટ તથા મરચાની પેસ્ટ નાખઈદો
હવે પેસ્ટને 1 મિનિટ સાતળ્યા બાદ રિંગણની ચિપ્સ નાખીને મીટું કતથા હરદળ એડ કરીદો
હવે બરાબર મિક્સ કરીદો ત્યાર બાદ કઢાઈને ઢાકીને ગેસની ફ્લેમ ઘીમી કરીને 5 થી 8 મિનિટ થવાદો,આ દરમિયાન 2 વખત શાકને ફેરવવું
હવે કાતરી જ્યારે ચઢી ગઈ હોય ત્યારે કઢાઈને ખુલ્લી રાખીને તેમાં લાલ મરચું અને ધાણાજીરાનો પાવડર નાખી બરાબર થવા દો.
હવે ગેસની ફઅલેમ ફાસ્ટ કરીને થોડી શાકને ડ્રાય કરીદો ત્યાર બાદ તેના પર લીલા ધાણા પર નાખી દો.
તૈયાર છે એકલા રીંગણની કોરી કાતરી જેને બાળકોના ટિફિનમાં પણ આપી શકો અને દાળ ભાત કે કઢી ખિચડી સાથે કે રોટી સાથે પણ ખાઈ શકો છો.