સાહિન મુલતાનીઃ-
વડા તો આપણે સૌ કોઈએ ખાધા જ હશે પણ આજે વાત કરીશું મકાઈના લોટના ખાટ્ટા વડાની, જે ખૂબ જ બેઝિક સામગ્રીમાંથી બની પણ જાય છે અને સ્વાદિષ્ટ પણ બને છે તો ચાલો જોઈએ કઈ રીતે બને છએ આ વડા.
સામગ્રી
- 3 કપ – મકાઈનો કરકરો લોટ
- 2 ચમચી – લીલા મરચાની પેસ્ટ
- 2 ચમચી – ખાંડ
- 2 કપ – દહીં
- 1 ચમચી – લીબુંનો રસ
- સ્વાદ પ્રમાણે – મીઠું
- 2 ચમચી – તલ
- જરુર પ્રમાણે – મીઠુ
- તળવા માટે તેલ
બનાવાની રીત-
સૌ પ્રથમ એક બાઉલ લો, તેમાં મકાઈનો લોટ લઈલો ત્યાર બાદ તેમાં દહી અને લીબુંનો રસ નાખીને બરાબર મિક્સ કરીદો
હવે આ મિશ્રણ એવું હોવું જોઈએ કે જેના વડા પાડી શકો, જો મિશ્રણ નરમ હોય તો તેમાં થોડો લોટ ઉમેરી શકો છો.
હવે તેમાં મીઠૂ, હરદળ ,ખાંડ નાખીને બરાબર મિક્સ કરીદો ત્યાર બાદ લીલા મરચાની પેસ્ટ એડ કરીને મિક્સ કરીદો
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરો હવે આ મિશ્રણના ચપટા વડા બનાવો તેના પર બન્ને સાઈડ તચલ ચોટાડી દો અને આ વડાને તેલમાં નાખી બ્રાઉન થાય ત્યા સુધી તળીલો. તેયાર છે ખાટ્ટા વડા
નોંધ -આ વડા તમે પ્રવાસ દરમિયાન લઈ જઈ શકો છો તે 2 3 દિવસ સુધી બગળતા નથી. માત્રે તેમાં મસાલામાં લીલો મસાલો જ નાખવો