Site icon Revoi.in

કિચન ટિપ્સઃ-  આ 3 એવી ચટણી કે જેને તમે કોઈ પણ ચાટમાં નાખી શકો છો, બનાવીને કરીલો સ્ટોર

Social Share

 ચાટથી લઈને ભેળમાં ગોળ આમલીની ચટણીનો ઉપયોગ થાય છે,જો તમે આ દરેક ચટણી ઘરે જ બનાવીને કાચની બરણીમાં ભરીને ફ્રીજમાં રાખી દો તો તમારો ઘણો સમય બચી જશે, અને જ્યારે પણ તમે ભએળ કે ચાટ બનાવો તો તરત જ તેને ઉપયોગમાં લઈ શકો છો.તો આજે આવી જ ત્રણ ચટણીઓ બનાવાની સીમ્પલ રીત જોઈશું

ગોળ-આમલીની ચટણી

 આ માટે 200 ગ્રામ ગોળ અને 100 ગ્રામ આમલીમાં 1 ગ્લાસ પાણી નાખીને 5 મિનિટ સુધી ઉકાળી લો, તેમાં અડધી ચમચી સંચળ, 1 ચમચી જીરાનો પાવડર પણ એડ કરીદો, હવે જ્યારે આ ઉકળી જાય એટલે ઠંડી પાડો, ત્યાર બાદ તેને મિક્સરમાં ક્રશ કરીને કાણા વાણા વાસણમાં ગાળીલો, તૈયાર છે તમારી ઘટ્ટ ગોળ અને આમલીની ચટણી

 કોકમ-ગોળની ચટણી

200 ગ્રામ ગોળ અને 200 ગ્રામ કોકોમ એક બાઉલમાં લો તે બન્ને પાણીમાં બરોબર ડૂબી જાય તેટલું પાણી એડ કરી દો, હવે 10 મિનિટ સુધી પાણીમાં જ પલાળી રાખો, ત્યાર બાદ મિક્સરમાં ક્રશ કરીલોસ તૈયાર છે ગોળ કોકમની ચટણી ,જેને બરણીમાં ભરીને ફ્રીજમાં સ્ટોર કરીલો,પાપટી ચાટમાં આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે

 લીલા ઘાણાની ચટણી

લીલા ઘાણા 4 કપ જેટલા, તેમાં 1 કપ ફૂદીનો, 10 થી 12 લસણની કળી,1 ચમચી જીરુ,એક ચમચી તેલ,8 થી 12 નંગ તીખાશ પ્રમાણે લીલા મરચા લો, આ દરેકને મિક્સરની જારમાં નાખઈને તેમાં મીઠું તેલ એડ કરીને મિક્સ કરીને દળીલો તૈયાર છે તમારી ગ્રીન ચટણી, જે સેન્ડવિચ પર લાગવા માટે બેસ્ટ ઓપ્શન છે.