Site icon Revoi.in

કિચન ટિપ્સઃ ક્રોકરીને ક્લિન કરવા માટે અપનાવો માત્ર આ એક ટિપ્સ, નહી રહે ડાઘ અને વાસણ ચમકી ઉઠશે

Social Share

સામાન્ય રીતે કિચનના વાસણો  આપણાને ચમકતા અને સાફ હોય તો કામ કરવાની વધુ મજા આવે છે, આ સાથે જ વાર તહેવારો આવતા આપણા કિચનની ક્રોકરી આપણે સાફ કરવા કાઢતા હોઈએ છીએ, કારણ કે આ પ્રકારના વાસણો આપણા કિચનની શોભા હોય છે અને તે સાફ હોવા ખૂબ જરુરી પણ છે, પરંતુ ઘણી વખત કાંચના વાસણો સાફ કરતી વખતે ડાઘ ઘબ્બાઓ રહી જતા હોય છે, આ સાથે જ કિચનની ચિકાશ પણ વાસણ પણ જામતી હોવાથી માત્ર એક જ વખત ઘોવાથી તે સાફ થી જતા નથી ,તેના માટો થોડી મહેનત માંગી લે છે, તો ચાલો જોઈએ એવી રીત કે જેનાથી તમારા કિટનના કાંચના વાસણો, કપ ,રકાબી, ગ્લાસ, ડિનર સેટ કે લેમન સેટને સાફ કરવામાં ખૂબ જ ઓછો સમય જશે.અને સાથે જ વાસણો ચમકી ઉઠશે.

સૌ પ્રથમ જ્યારે પણ તમારે કાંચના વાસણો સાફ કરવા હોય ત્યારે પાણીને થોડું હુંફાળું ગરમ કરીને એક મોટા ટબમાં લઈ લેવું, ત્યાર બાદ આ પાણીમાં વાસણ ઘસવાનું લિક્વિડ કે જેમાં સારી સ્મેલ આવતી હોય તે થોડું એડ કરીને પાણી બરાબર મિકસ કરી લેવું, હવે વાસણો એક એક કરીને આ પાણીમાં પલાળી દેવા, ઓછામાં ઓછી 10 મિનિટ પાણીમાં વાસણને પલાળી રાખવા.

આટલી મિનિટ બાદ વાસણને એક એક કરીને પાણીમાંથી બહાર કાઠીને કોટનના નરમ કપડા વડે બરાબર ઘોવા ત્યાર બાદ એક બીજા ટબમાં ચોખ્ખું સાદુ પાણી લઈને વાસણ ઘોઈ લેવાં

આમ કરવાથી તમારા વાસણની ચીકાશ પણ દૂર થી જશે અને વાસણ પર રહેલા ડાધા પણ જલ્દી નીકળી જશે , યાદ રાખવું કે જ્યારે વાસણ ધોવાઈ જાય ત્યારે તેને ઊંધા મૂકી રાખવા જેથી પાણી નિતરી જશે અને પાણીના ઘબ્બા કાંચના વાસણો પર રહેશે નહી.

જો તમારા પાસે વાસણનું કોઈ પ્રકારનું લિક્વિડ અવેલેબલ ન હોય તો તમે વોશિંગ પાવડરનો પણ ઉપયોગ કરી શકો છો. હુંફાળા પાણીમાં વાસણ પલાળી રાખવાથી વાસણની અંદર સુધી સફાઈ બરાબર રીતે થાય છે. આ સાથએ જ કોટનના નરમ કપડા સિવાય તને નાયલોનનો કુચો પણ વાચરી શકો છો, પરંતુ આ કુચો સોફઅટ હોવો જોઈએ નહી તો કાંચ પર નિશાન  પડી શકે છે.

તો હવે જ્યારે પણ ક્રોકરી સાફ કરો ત્યારે આ ટિપ્સ યાદ રાખજો ઓછી મહેનતમાં તમારા વાસણ થશે સાફ અને મચકદાર