સાહિન મુલતાનીઃ-
- પૌઆ બટાકાને વધુ ટેસ્ટિ બનાવે છે સેવ,કાંદા અને ચામેટા
- દંહી સાથે પણ પૌઆ સર્વ કરી શકો છો
ભારત દેશમાં જો સવાર સવારમાં સૌથી વધુ નાસ્તો ખવાતો હોયતો તે પૌઆ બટાકા છે, પહેલાના વયકતમાં પૌઆ બટાકા માત્ર પૌઆ અને બટાકાથી જ બનાવવામાં આવતા હતા જોકે સમય સાથે વાનગીઓમાં પણ પરિવર્તન આવ્યું છે, મૂળ વાનગીોમાં કેટલાક ઈન્ગ્રીડેન્ટ્સ અને વસ્તુઓ નાખીને તેના સ્વાદને વધારવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે, આજે પૌઆ બટાકાની રેસિપીમાં પણ કંઈક એવું જ જોવા મળે છએ, તો ચાલો જોઈએ પૌઆ બટાકાને વધુ સ્વાદિષ્ટ બનાવવાની કેટલીક ખાસ ટિપ્સ
પૌઆ બટાકાને વધુ સ્વાદિષ્ટ બનાવા અપનાવો આ ટ્રિક
- પૌઆ બટાકાને વધુ સ્વાદિષ્ટ બનાવવા હોય તો બટાકાને બાફવાના બદલે તેને જીણા જીણા સમારીને તેલમાં તળીને નાખો
- પૌઆ બટાકા બની ગયા બાદ તેમાં સેવ એડ કરીને ખાવાથી સ્વાદ વધુ ટેસ્ટિ બનશે.
- પૌઆ બટાકામાં મગફળીના દાણા નાખવાથી પૌઆનો સ્વાદ વધુ ટેસ્ટિ આવે છે,
- મીઠો લીમડો ,રાય અને લીલા મરચા સમારેલા નાખીને જ પૌઆ બટાકાનો વધાર કરવો
- જો તમને વેજીસ પસંદ હોય તો તમારે ડુંગળી અને ટામેટાને જીણા જીણા સમારીને પૌઆ બટાકામાં ઉપરથી એડ કરીને ખાવા જોઈએ જેનાથી સ્વાદ બમણો થશે
- ટામેટા ડુંગળીની સાથે તમે પૌઆ બટાકામાં દહીં પણ એડ કરી શકો છઓ, આજકાલ બહાર દહીં પૌઆની માંગ વધી છે, દહીંના કારણે નાસ્તો પૌષ્ટિક પણ બનશે તથા ગ્રેવી જેવું પણ લાગશે જેનાથી તમારું પેટ ભરાશે અને પૌઆ કોરા પણ નહી લાગે
- આ સાથે જ પૌઆ બટાકાની પ્લેટમાં જો તમે ઈચ્છો તો ચાટ મસાલો ઉપરથી એડ કરો જેનાથી પૌઆનો સ્વાદ વધશે
- પૌઆ બટાકામાં તમે ગાર્નિશ કરવા દાડમના દાણા અને લીલા ધાણાનો ચોક્કસ પણે ઉપયોગ કરજો કારણ કે તે લૂકની સાછે સ્વાદ પણ વધારે છે
- જો તમને શાકભાજી ખાવું ખૂબ જ પસંદ હોય તો લીલા વટાણા અને કોબીને તેલમાં સાંતળીને પૌઆ બટાકા બનાવો તેનાથી પૌામાં વેજીટેબલ્સનો સ્વાદ પણ મિક્સ થશે