Site icon Revoi.in

કિચન ટિપ્સઃ આદુ તથા લસણે ઈઝી રીતે છોલવા માટે અપનાવો આ સરળ ટ્રિક

Social Share

આજકાલની જે ફાસ્ટ લાઈફ છે તેમાં ગૃહિણોને ઘરનું કામ કરવું મુશકેલ બની જાય છે જેમાં લસણ છોલવું, ઓદુ છોલવું શાકભાજી સમારવા ભાજી તોડવી વગેરે જદેવા કામ વધુ સમય લેતા હોવાથી ઘરનો અડધો સમય તેમા પસાર થઈ જાય છે, જો કે આના માટે તમારે કેટલીક ટિપ્સ અને ટ્રિક અપનાવી લેવી જોઈએ જે આ પ્રકારના તમારા તમામ કામને ઈઝી બનાવી દે છે, તો ચાલો જોઈએ એવી નાની નાની ટિપ્સ જે મોટા મોટા કામનો બનાવે છે સરળ

ખાસ કરીને જ્યારે લસણ છોલવું હોય તે પહેલા તેની કળીઓ છૂટ્ટી પાડીને ખાવાનું તેલ લગાનીતે તેને 30 મિનિટ સુધી તડકામાં તપાવો, ત્યાર બાદ તેને હાથ વડે બરાબર મસળી કાઢો આમ કરવાથી લસણના ફોતરા નિકળી જશે, અને સલણ સરળતાથી છોલી શકાશે.

આ સાથે જ જ્યારે માર્કેટમાં લસણ નવું નવું આવે છે ત્યારે તે થોડે ઘણે લીલું હોય છે આવી સ્થિતિમાં લસણને 10 મિનિટ સુધી હુંફાળા પાણીમાં પલાળી રાખવું ત્યાર બાદ તેને છોલવાથી તેના ફોતરા ઈઝી રીતે નીકળીજાય છે અને ઘરમાં ઉડતા પણ નથી.

લસણને હંમેશા છોલતા પહેલા છૂટૂ પાડી લેવું જોઈએ ત્યાર બાદ 10 થી 15 મિનિટ તડકામાં મૂકી રાખવું જોઈએ

આદુને પમ છોલતા પહેલા 1 થી 2 કલાક સુધી ઠંડા પાણીમાં પલાળી રાખો ત્યાર બાદ આદુની છાલ તરત રિમૂવ થવા લાગે છે જેથી આદુ છોલતા ખૂબ ઓછો સમય લાદશે

આદુને છોલતા પહેલા તેના જે વાંકાચૂંકા શેપ છે ત્યાથી તેને કટ કરીને નાના નાન ટૂકડા કરીલો ત્યાર બાદ આદુ છોલો તો વધુ સરળ બનશે

લસણને છોલતા વખતે ચપ્પુનો ઉપયોગ કરવો જેથી લસમ તરત છોલાય જાય છે.