કિચન ટિપ્સઃ સ્ટફેડ કેપ્સિકમ પિત્ઝા બનાવા માટે જોઈલો આ રીત, સેમ પિત્ઝા જેવો જ આવશે સ્વાદ
- સ્ટફેડ કેપ્સિકમ મરચા પિત્ઝા સ્ટાઈલમાં બનાવો
- ખાવામાં ખૂબ ટેસ્ટિ પિત્ઝા નો સ્વાદ
આપણે સૌ કોઈએ જાત ભાતના પિત્ઝા ખાધા હશે પણ આજે કેપ્સિકમના ભરેલા પિત્ઝઆ બનાવાની રીત જોઈશું જે મેઈન સ્વાદ પિત્ઝાનો જ હશે માત્ર બેઝની જગ્યાએ કેપ્સિકમનો ઉપયોગ કરવામાં આવશે
કેપ્સિકમ પિત્ઝઆ બનાવાની રીત
સામગ્રી
- 6 નંગ – કેપ્સિકમ મરચા – એકમાંથી ઊભા બે ફાડા કરી લેવા બી કાઢી લેવા
- ચીલી ફ્લેક્સ – જરુર પ્રમાણે
- મીઠુ – સ્વાદ પ્રમાણે
- ઓરેગાનો – જરુર પ્રમાણે
- 3 કપ – ચીઝ છીણેલું –
- 2 કપ પનીર – છીણેલું
- 4 કપ – સ્વિટ કોર્ન દાણા
- 1 નંગ – ટામેટૂં જીણું સમારેલું
- 1 નંગ ડુંગળી – જીણી સમારેલી
સૌ પ્રથમ એક વાસણ લો ,તેમાં છીણેલું પનીર, ચિઝ, મીઠું ,ઓરેગાનો ,મકાઈના દાણા, ચિલિફ્લેક્સ , ટામેટા ,ડુંગળી લઈલો, હવે આને બરાબર મિક્સ કરીલો
હવે કેપ્સિકપ મચરાને ઊભા બે ભાગ કરવાના છે તએટકે એક કેપ્સિકમમાંથી બે પિત્ઝા બનશે
હવે કેપ્સિકમ મરચામાં ટામેટા સોસ અને માયોનિઝ લગાવી દો
હવે મિક્સ કરેલું વેજીસ.ચીઝ પનીર અને ચીઝનું સ્ટફિંગ બરાબર દાબીને આખા મરચામાં ઊપર સુધી ભરીલો
હવે ઊપરથી ફરી ચીઝ ભભરાવી દો
જો તમે ઈચ્છો તો ઓલિવ્સ, જેલેપીનો પર ઉપર એડ કરી શકો છો.
હવે એક પેન લો તેમાં બર લગાવી દો, અને કેપ્સિકપ મરચાને ગોઠવી દો, ગેસની ફઅલેમ ઘીમી કરીને 8 થી 10 મિનિટ બેક કરીલો, આમ કરવાથી કેપ્સિકમનો બેઝ પાકી જશે અને ચીઝ મેલ્ટ થી જશે .તૈયાર છે તમારા કેપ્સિકમ સ્ટફેડ પિત્ઝા