સાહીન મુલતાનીઃ-
રમઝાનનો પવિત્ર મહિનો પુરો થવાને આરે છે ત્યારે હવે 2 દિવસમાં ઈદનો તહેરવાર આવી રહ્યો છે ઈદના દિવસે દરેક ઘરોમાં સૈવૈયા દૂધ બનાવામાં આવે છે,જો કે આ દૂધ અનેર કીરતે બને પણ આજે આપણે એક એવી રિત જોઈશું કે જેનાથી આ દૂધનો સ્વાદ બમઓ થશે
સામગ્રી
- 2 લીટર – દૂધ
- 1 વાટકો – જીણી સેવ
- 2 ચપટી- એલચીનો પાવડર
- 50 ગ્રામ –
- 50 ગ્રામ – બદામ
- 5દ ગ્રામ – પિસ્તા
- 50 ગ્રામ – ચારોલી
- 100 ગ્રામ – ખારેક
- 2 ચમચી જેટલી – ચારોલી
- 2 ચમચી – દેશી ઘી
- જરુર પ્રમાણે – ખાંડ
સૌ પ્રથમ ઈદની આગલી રાતે બદામ, પીસ્તા,ચારોલી અને ખારેકને હુંફાળા ગરમ પાયણીમાં પલાળઈ દો, દરેકને અલગ અલગ વાસમમાં પલાળવું, ત્યાર બાદ સવારે આ દેરક વસ્તુના છોતરા કાઢી લેવા અને લાંબી પાતળી પટચ્ટીની જેન સમારી લેવા,ત્યાર બાદ 10 મિનિટ તેને તડકામાં રાખઈલો, દૂધ માટેનો આ માલો તૈયાર છે,આમ એટલા માટે કરવામાં આવે છે કે જેના કારણે દૂધ પીતી વખતે મોઢામાં કોઈ ડ્રાયફ્રૂટની છાલ આવશે નહી .
હવે ઈદની વહેલી સવારે જાગીને 2 લિયર દૂધને એક જાડા તળીયા વાળી તપેલીમાં ગરમ કરવા રાખીદો, દૂધ ઉકળવા લાગે ત્યા સુધી ગરમ કરો
એક બીજી બાજુ કઢાઈમાં 2 ચમચી દેશી ઘી લો તેમાં સેવને બરાબર બ્રાઉન થાય ત્યા સુધી શેકીલો, અને આ સેવને ગરમ ઉકળતા દૂધમાં એજ કરીદો, ત્યાર બાદ તેમાં જરુર પ્રમાણે ખાંડ પણ એડ કરીદો
હવે ગેસની ફ્લેમ ઘીમી કરીને દર 4 થી 5 મિનિટે તેને ચમચા વડે ફેરવતા રહો જેથી કરીને દૂધ તપેલીમાં ન ચોંટે.આ રીતે સેવ દૂધ બરાબર મિક્સ થઈ જાય એ રીતે ઘીમા તાપે તપેલી ગેસ પર જ રાખી ફેરવતા રહો,
આ રીતે 20 થી 20 મિનિટ ખાંડ નાખ્યા બાદ ફરી દૂધ ઇકાળી લો, હવે તેમાં દરેક ડ્રાયફ્રૂટ અને એલચીનો પાવડર એડ કરીદો,અને ગેસ બંધ કરીદો, ત્યાર બાદ તમે ઈચ્છો ચો કેસર પણ એડ કરી શકો છો. તૈયાર છે તમારી ગરમાં ગરમ સેવૈયા
નોંધ– બદામ -પિસ્તા ચારોલીના છોતરા કાઢીને નાખવાથી દૂધ સફેદ રહે છે અને સ્વાદ પમ વધુ આવે છે.