- પરગના જીલ્લામાં ફટાકડાની ફેક્ટરિમાં લાગી આગ
- 3 લોકો જીવતા હોમાયા
કોલકાતાઃ- પશ્ચિમ બંગાળના 24 પરગના જિલ્લામાં બુધવારે એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટમાં ત્રણ લોકોના મોત થયા હતા અને ત્રણ ઘાયલો ઘાયલ થયા હતા, ઘાયલ થયેલા લોકોની સારવાર ચાલી રહી છે
આગ લાગવાની ઘટનાને લઈને બીજેપીએ મમતાની પાર્ટી પર આકરા પ્રહાર કર્યા છે,જો કે હવે આ ઘટનાને લઈને બંગાળનું રાજકારણ ગરમાયું છે. આ ઘટના પર પ્રતિક્રિયા આપતા ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ દિલીપ ઘોષે કહ્યું કે વિસ્ફોટથી સાબિત થયું કે પશ્ચિમ બંગાળ ગનપાઉડરના ઢગલા પર બેઠું છે.
આ ઘટનાને લઈને ભાજપે ટીએમસી પર હિંસા ફેલાવવા માટે વિસ્ફોટકો એકત્ર કરવાનો આરોપ લગાવ્યો છે”અમારી પાસે માનવા માટે યોગ્ય કારણ છે કે વિસ્ફોટકો ડાયમંડ હાર્બર અને જિલ્લાના અન્ય વિસ્તારોમાં શઆંતિનો ભંગ કરવા માટે એકત્ર કરવામાં આવ્યા હતા,” તેમણે કહ્યું. કે આ પહેલસા પણ આવી જ ઘટનાઓ બની છે. રાજ્ય પોલીસ આવા વારંવારના બનાવો પ્રત્યે આંખ આડા કાન કરે છે અને યોગ્ય તપાસ થતી નથી.
બંગાળમાં વિપક્ષના નેતા શુભેંદુ અધિકારીએ કહ્યું કે 24 પરગના જિલ્લો જેહાદનું હબ બની ગયો છે. તે જ સમયે, ટીએમસી ધારાસભ્ય અશોક દેબે કહ્યું કે પોલીસ વિસ્ફોટની તપાસ કરી રહી છે. ભાજપ રાજનીતિ કરી રહી છે અને અકસ્માતને રાજકીય રંગ આપી રહી છે.