Site icon Revoi.in

કિચન ટિપ્સ-શિયાળાની સાંજે ડુંગળી અને બટાકામાંથી આ રીતે બનાવો ટેસ્ટિ પકોડા

Social Share

સાહિન મુલતાની-

શિયાળાની શરુઆચ એટલે ગરમા ગરમ વાનગીઓ ખાવાની મોસમ, સૌ કોઈને ગરમા ગરમ નાસ્તો ગમતો હોય છે એમાં પણ સવારની ચા સાથે અને ખાસ કરીને સાંજના નાસ્તામાં જો પકોડા મળી જાય તો સાંજ સુધરી જાય, પણ ઘણી વખત વધુ મહેનત કરવા ભોગે ગૃહિણીઓ નાસ્તો બનાવવાનું ટાળે છે,જો, કે આજે આપણે કાંદા અને બટાકાના પકોડા બેઝિક સામગ્રીમાંથી બનાવી શું જે બહારથી ક્રિસ્પી હોય છે અને અંદરથી સોફ્ટ,ખાવામા ખૂબજ ટેસ્ટિ લાગશે તથા ઓચા સમયમાં બની પણ જશે, તો ચાલો જોઈએ કઈ રીતે બનાવાય છે આ પકોડા.

પકોળા બનાવવાની રીતઃ- સૌ પ્રથમ બેસનમાં જીણી સમારેલી ડુંગળી, કાચા છીણેલા બટાકા, અજમો, લીલા ઘાણા, આખા સુકા ઘાણા, લાલ મરચુ, લીલા મરચા, લસમની પેસ્ટ ,હળદર અને મીઠૂ એડ કરીલો. હવે આ મિશ્રણમાં જરુર પ્રમાણે પાણી એડ કરીને ઘાટ્ટું ખીરુ તૈયાર કરીલો, હવે આ ખીરામાં સોડાખાર એડ કરીને તેની ઉપર બે ચમચી ગરમ તેલ નાખી બરાબર મિક્સ કરીલો.
હવે એક કઢાઈમાં તેલ ગરમ કરવા રાખો, જ્યારે તેલ બરાબર ગરમ થઈ જાય એટલે તેમાં આ મિશ્રણમાંથી નાના નાના પકોડા તૈયાર કરીને તળીલો, પકોડા તળતા નખતે ગેસની ફ્લેમ ઘીરી રાખવી જેથી બટાકાની છિણ અને બેસન પણ કાચુ ન રહે.
આ રીતે માત્ર 10 મિનિટની મહેનતમાં જ આ પકોડા તૈયાર કરી શકાશે, પકોડા બનાવવા માટેની સામગ્રી પણ ઘરમાં હાજર હોય એવી જ છે જેથી જ્યારે પણ ખાવાનું મન થાય ત્યારે તમે આ પકોડા બનાવી શકો છો, જો તમને ચીઝ પસંદ હોય તો આ મિશ્રણમાં થોડૂ ચીઝ છીણવાથી પકોડા વધુ ટેસ્ટી બનશે.તમે આ પકોડા સોસ કે ચટણી સાથે સર્વ કરી શકો છો.