કિચન ટિપ્સ- શિયાળામાં રોટલા ખાવા છે પણ બનાવતા નથી આવતો જો જોઈલો રોટલાને ટીપીને બનાવાની આ રીત
સાહિન મુલતાની-
- રોટલા હાથ પર બનાવતા ન આવડે તો પ્લાસ્ટિકનો ઉપયોગ કરો
- ગોળ પ્લાસ્ટિક કાપીને તેના પર લોટ ભભરાવી રોટલો થાપો
રોટલાનું નામ સાંભળતાની સાથે જ કાઠિયાવાડી ભોજનની યાદ આવી જાય ,કાઠિયાવાડ કે સૌરાષ્ટ્રમાં આજે પણ વડીલથી લઈને ઘરની ગુહિણીઓ હાથ પર મોટા રોટલાઓ બનાવે છે, હાથ પર રોટલા થાપવાની પણ એક અલગ મજા છે, અને આ એક કળા પણ કહી શકાય જે દરેકને નથી આવડતી હોતી, ત્યારે સમસ્યા એ થાય છે કે રોટલાને કઈ રીતે બનાવવા,ઘણા લોકોને હાથ પર રોટલા બનાવતા એજ પણ નથી ફાવતું.
જો તમને હાથથી રોટલા બનાવતા ન આવડતા હોય અને તમે પણ રોટલા ખાવાનો શોખીન છો તો હવે આ એક ટ્રિક બરાબર જોઈલો, તમારા રોટલા તદ્દન ગોળ અને એકદમ દળા જેવા ફૂલેલા નરમ બનશે, બસ તેના માટે આ એક મિનિટની ટ્રિકને વાંચવાની જરુર છે.
રોટલા થાપવા માટે તમને જરુર પડશે એક પારદર્શક થોડું જાડું પ્લાસ્ટિક, કોઈ પણ જાડી પ્લાસ્ટિકની કોથળીને પહેલા રોટલા જેટલી સાઈઝના બનાવવા હોય તેટલી સાઈઝમાં કાતર વડે ગોળ કાપીલો, હવે આ પ્લાસ્ટિકને પાટલી પર રાખો અને તેમાં થોડો કોરો લોટ ભભરાવી દો, હવે રોટલાના લોટના લૂઆને પ્લાસ્ટિક પર હાથની મદદથી ગોળ ગોળ ફેરવતા જાઓ અને ટિપતા જાવો, એક હાથથી પ્લાસ્ટિકને ગોળ ગોળ ફેરવતા રહેવું અને બીજા હાથની હથેળીની મદદથી રોટલાને મોટો કરતો રહેવું,
બસ આટલું જ કરવાથી માત્ર એક જ મિનિટમાં એક રોટલો બની જશે, આ રોટલો ગોળ પણ બનશે અને હાથના રોટલાની જેમ જ ફૂલશે પણ ખરો, બસ તો આજે જ આ ટ્રિક્થી રોચલો બનાવાની ટ્રાય કરો, હવે તમે પણ બનાવી શકશો સરસમજાનો ગોળ રોટલો