સાહીન મુલતાની-
સામાન્ય રીતે ભારત દેશમાં જ્યારે ઘરે મહેમાન આવે છે ત્યારે ભાણામાં મીઠાઈ પિરસવાનો રિવાઝ છે,બદલતા સમય સાથે હવે બઘુ બદલાયું છે લોકો તૈયાર મીઠાઈ લઈ આવતા હોય છે,જો કે આજે મેરી બિસ્કિટમાંથી બનવા સ્વિટ બોલની રેસિપી જોઈશું જે તમે ઘરે તરત બનાવીશકો છો.
સામગ્રી
- 3 પેકેટ – મેરી ગોલ્ડ બિસ્કિટ
- 2 ચમચી – કોકો પાવડર
- 1 કપ – દળેલી ખાંડ
- જરુર પ્રમાણે દૂધ
- 50 ગ્રામ – કાજૂ (અધકચકા ક્રશ કરી લેવા)
સૌ પ્રથમ મેરિ ગોલ્ડ બિસ્કિટના નાના નાના ટૂકડાો કરીલો અને પછી તેને મિક્સરમાં એકદમ જીણી ક્રશ કરીલો
હવે એક મોટૂ બાઉલલો તેમાં મેરિ બિસ્કિટનો પાવડર લો, તેમાં કોકો પાવડર અને ખાંડ નાખીને બરાબર મિક્સ કરીલો
હવે ચમચી વડે દૂધ નાખતા જાવો અને આનો લોટ બાંધતા જાવો, આમ બરાબર સોફ્ટ રહે તે રીતે કણક તૈયાર કરીલો
હવે આ કણકમાંથી નાની નાની સાઈઝના બોલ બનાવીને તૈયાર કરીલો.
હવે એક પ્લેટમાં કાજૂનો પાવડર લો તેમાં આ તૈયાર કરેલા બોલને બરાબર રગદોળી દો, તૈયાર છે તમારા ચોકો મેરી બોલ, ખાવામાં સ્વાદિષ્ટ અને તરત બની પણ જાય છે,તો હવે મહેમાન આવે ત્યારે આ મીઠાઈ ચોક્કસ ઘરે બનાવજો.