Site icon Revoi.in

કિચન ટિપ્સઃ- બાળકોને મેગી ભાવે છે પરંતુ એકલી મેગી નથી ખવડાવવી તો જોઈલો મેગી ફ્રાઈડ રાઈસ બનાવાની આ રીત

Social Share

સાહિન મુલતાનીઃ-

આમ તો મેગી એવી વસ્તુ છે કે જે દરેક લોકોને ભાવે છે પરંતુ ઘણી માતાો બાળકોને મેગી નથી ખવડાવતી તેમાં મેંદો હોવાથઈ તે બાળકના પેટને નુકશાન કરે છે પણ જો બાળક મેગી ખાવાની જીદ કરે તો તમે મેગી વાળઆ ફ્રાયડ રાઈસ બનાવીને બાળકને ખવડાવી શકો છો.તો ચાલો જાણીએ આ રાઈસ બનાવાની રીત

 

સામગ્રી

સૌ પ્રથમ મેગીને પાણીમાં ઉકાળઈને એક ચારણીમાં કોરી કરીલો

આજ રીતે રાઈસને પણ પાણીમાં બાફીને એક ચારણીમાં કોરા કરીલો

હવે એક કઢાઈલો તેમાં તેલ અને જીરું નાખીને ડુંગળી નાખી સાંતળીલો

હવે ડુંગળી સંતળાય જાય એટલે તેમાં આદુ મરચા લસણની પેસ્ટ એડ કરીને થોડી સાંતળીલો

હવે તેમાં કેપ્સિકમ મરચા, કોબિઝ અને ગાજર એડ કરી સ્વાદ પ્રમાણે મીઠું તથા મેગી મસાલો નાખીને 1 મિનિટ કઢાઈ પર ઢાંકણ ઢાંકીને થવાદો

હવે આ તમામ વેજીસ પાકી જાય એટલે તેમાં મેગી અને સાઈસ ઉમેરીને બરાબર મિક્સ કરીલો

હવે તેમાં મરી પાવડર અને લીલા ઘાણા નાખઈને બરાબર મિક્ કરી ગેસની ફ્લેમ ઘીરી રાખઈને કઢાઈ પર ઢાંકણ ઢાંકીને 5 મિનિટ થવાદો

તૈયાર છે હવે મેગી ફ્રાઈડ રાઈસ તમે ટામેટા કેચઅપ નાખીને તેને તમારા બાળકના ટિફિનમાં આપી શકો છો અને તમે પણ ખાય શકો છો.