કિચન ટિપ્સઃ- દાળભાતની દાળને જો વધુ સ્વાદિષ્ટ અને રોસ્ટોરન્ટ સ્ટાઈલમાં બનાવી હોય તો આ રીત જોઈલો
સાહિન મુલતાની-
સામગ્રી
- 100 ગ્રામ – તૂવેરની દાળ
- 1 નંગ – ટામેટૂં (જીણું સમારેલું)
- 1 નંગ – નાની ડુંગળી (જીણી સમાલેરી)
- 1 ચમચી – રાય
- 1 ચમચી – જીરું
- 10 નંગ – મીઠા લીમડાના પાન
- 1 ચમચી – આદુની પેસ્ટ
- 2 ચમમી – મરચાની પેસ્ટ
- 4 ચમચી – તેલ
- 10 થી 15 કળી – લસણ (જીણું જીણું સામરેલું)
- 2 ચમચી – લીલા ધાણા
- 1 ચમચી – લીબુંનો રસ
- અડધી ચમચી – વાટેલો ગરમ મલાસો
- અડધી ચમચી – હરદળ
- મીઠૂં – સ્વાદ પ્રમાણે
સ્વાદિષ્ટ સલણીયા દાળ બનાવવાની રીત – સો પ્રથમ તૂવેરની દાળને બરાબર 2 થી 3 પાણી વડે ધોઈ લેવી. હવે એક કૂકરમાં દાળ લો. તેમાં 2 ગ્લાસ પાણી,મીઠૂં અને હરદળનાખીને મિક્સ કરીલો, હવે આ દાળને 4 થી 5 સીટી વાગે ત્યા સુધી બરાબર બાફીલો, ધ્યાન રાખવું દાળ એકરસ થવી જોઈએ.હવે દાળ બફાઈ જાય એટલે જરુર પ્રમાણે પાણી નાખીને બરાબર બ્લેન્ડર વડે નિક્સ કરીલો.
હવે એક કઢાઈ કે તપેલી જેવા વાસણમાં તેલ ગરમ થવા રાખો, તેલ ગરમ થાય એટલે તેમાં રાય ફોડી લો, રાય થયા બાદ તેમાં કતરેલું લસણ ,જીણી સમારેલી ડુંગરી, જીરું અને મીઠા લીમડાના પાન એડ કરો, હવે ડુંગળી સતળાય જાય એટલે તેમાં ટામેટા એડ કરો, ત્યાર બાદ આદુ મરચાની પેસ્ટ,લીલા ધાણા, સ્વાદ પ્રમાણે મીઠૂં અને હરદળ ઉમેરીને ધીમા તાપ પર ટામેટાને સાંતળવાદો, હને આ સમાલો બરાબર સંતળાય જાય અટલે તેમાં દાળ એડકરીને 7 થી 8 મિનિટ સુધી ઉકાળવા દો, હવે દાળ ઉકળતી હોય ત્યારે જ તેમાં લીબુંનો રસ,ગરમ મસાલો અને થોડા લીલા ઘણા એડ કરીને 2 થી 3 મિનિટમાં ગેસ બંધ કરીને દાળનું વાસણ ગેસ પરથી ઉતારીલો, તૈયાર છે સ્વાદિષ્ટ સૂપ જેવી જ લસણ વાળી તૂવેરની દાળ…
આ દાળ તમે સૂપની જેમ પી શકો છો અને ભાત સાથે રોટલી સાથે પણ ખાી શકો છો, તો આજે જ તમારા કિચનમાં આ તૂવેરની દાળ ટ્રાય કરો, ખાવામાં ટેસ્ટી તો છે જ પરંતુ સાથે સાથે હેલ્ધી પણ છે.જેમાંતેલ મસાલાનું પ્રમાણ નહિવત હોવાથી નુકશાન પણ નહી કરે.