Site icon Revoi.in

કિચન ટિપ્સઃ છાસ વધારે  હોય અથવા તો વધુ ખાટ્ટી થઈ ગઈ હોય તો તેને ફેંકતા પહેલા વાંચીલો તેના કેટલાક ઉપયોગ

Social Share

સાહિન મુલતાનીઃ-

બપોરના ભોજનામાં અનેક ધરોમાં છાસ પીવાની ટેવ હોય છે,છાસ પાચન શક્તિ મજબૂત બનાવે છે, જેથી ગુજરાતમાં પણ મોટો ભાગે છાસ વગરનું ભોજન અઘુરુ ગણવામાં આવે છે અને તેમાં પણ કાઠીયાવાડી ભઓજનની શાન એટલે જ છાસ, ઘણી વખત છાસ આપણે લાવીએ છીએ અને ખાટ્ટી નીકળે છે, અથવા તો છાસનો જ્યારે વપરાશ ન થયો હોય ત્યારે છાસ ફ્રિજમાં રહી રહીને ખાટ્ટી થઈ જતી હોય છે છવટે છાસ ફેંકી દેતા હોય છે, પણ શું તમે જાણો છો આ ખાટ્ટી છાસનો કેટલીક જગ્યાએ ઉપયોગ કરીને આપણે તેનો લાભ લઈ શકીએ છીએ,

જો છાસ વધુ પડતી ખાટ્ટી થી ગઈ હોય કે વાસી થઈ ગઈ હોય અથવા તો છાસ વધી પડી હોય તો તેને ક્યારેય ફેંકવી જોઈએ નહી ,કારણ કે આ પ્રકારની છાસ તમારી સુંદરતા અને તમારા ઘરની સુંદરતા બન્ને વધારવામાં મહત્વ ધરાવે છે, તો, ચાલો જાણીએ કઈ રીતે તેનો ઉપયોગ કરી શકાય

જાણો છાસના ઉપયોગ