સાહિન મુલતાનીઃ-
- દૂધ ફાટી જાય તો તેમાંથી પનીર બનાવી શકાય
- બગડેલા દૂધમાંથી માવો પણ બનાવી શકાય છે
સામાન્ય રીતે ગૃહિણીઓ દૂઘને ગરમ કર્યા બાદ તે ઠંડૂ થાય પછી તેને ફ્રીઝમાં રાખે છે, જેથી મલાઈ જમા કરી શકાય , જો કે ઘણી વખત એવું બને છે કે,દૂધ દરમ કરતા કરતા જ બગડી જાય છએ. દૂધમાં ફોદા આવવા લાગે છે છેવટે ઘણા લોકો આ દૂધને વેસ્ટ માનીને ફેંકી દેતા હોય છે,ત્યારે આજે આપણે કેટલીક એવી ટિપ્સ જોઈશું કે જે બગડેલા અને ફાટી ગયેલા દૂધમાંથી નવી વાનગી બનાવવામાં કામ લાગશે.
પનીરઃ- જો દૂધ ગરમ કરતા કરતા ફાટી જાય તો તેમાં એક લીબુંનો રસ એડ કરીને બરાબર ગરમ કરો, ત્યાર બાદ જ્યારે બરાબર પાણી અને માવો અલગ અલગ થઈ જાય ત્યારે તેને કોટનના કપડામાં ગાળીલો, ગાળીને આજ કપડામાં આ માવાને ગોળાકાર કે ચોરસ શેપમાં સેટ કરીને ફ્રીજમાં રાખી દો, તૈયાર થઈ જશે સરસમજાનું પનીર.
મીઠો માવોઃ- દૂધ જ્યારે બગડી ગયું હોય ત્યારે તેમાં લીબુંનો રસ કે વિનેગાર નાખીને ગરમ કરીલો, પાણી અને માવો અલગ થાય ત્યા સુધી ગરમ કરવું હવે પાણી અને માવાને અલગ કરીને માવામાં ખાંડ મિક્સ કરી તેને એક કઢાઈમાં બરાબર ખાંડ ઓગળે ત્યા સુધી થવા દો, તૈયાર છે તમારો મલાઈ માવો.
દહીંઃ- જો તમે દૂધ ગરમ કરી રહ્યા છઓ અને તમને જરા પણ એમ લાગે છે કે દૂધ ફાટવાની તૈયારી છે તો તરત જ ગેસ બંધ કરીલો, અને થોડું દૂધ ઠંડુ થાય એટલે તેમાં 1 ચમચી દહીં કે છાસ નાખીને 6 થી 7 કલાક સુઘી જ્યા ઠંડક ન હો તેવી જગ્યાએ રાખી દો, આટલા કલાકમાં આ દૂધમાંથી સરસ દહીં તૈયાર થઈ જશે,